Bhavnagar
ભાવનગર : એલઆઇસીની અગાસી પર રખાયેલ એસીના વાયરો અને કમ્પ્રેસરની ચોરી કરનાર બે શખ્સો ઝબ્બે

દેવરાજ
ભાવનગર શહેરના ગંગાજળીયા તળાવ એલ.આઇ.સી.ઓફિસની ઉપર રાખેલ એ.સી.ની અંદરના કોપર વાયર એક કપ્રેસર ચોરી કરનાર શખ્સોને ગંગાજળીયા પોલીસ ચોરીનાં મુદામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવવાની જાણવા મળતી મુજબ ભાવનગર શહેરના ગંગાજળીયા તળાવમાં એલ.આઇ.સી. શાખા ની અગાસી ઉપરથી કોઇ અજાણ્યા શખ્સે અગાસી ઉપર ચડી એ.એસી.ના કોપર વાયર તથા એક કંપ્રેસર જેની બંનેની અંદાજે કી.રૂ.૧૮,૦૦૦/ ચોરી ની કરી કોઇ અજાણ્યા ચોર શખ્સો વિરૂધ્ધ એલ.આઇ.સી ઓફિસના બ્રાન્ચ મેનેજેર આરતીબેન યોગેશકુમાર ગુપ્તા એ નોંધાવી હતી
આ ચોરીનાં અનુંસંઘને ગંગાજળીયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના ગુન્હો આચરી નાસી ગયેલ શખ્સોને હ્યુમન ઇન્ટેલીજન્ટની મદદથી અલગ-અલગ શકદારોને વેરીફાઇ કરતા હતા તે દરમીયાન સર્વેલન્સ ટીમને હકીકત મળેલ હતી કે પ્રકાશ ઉર્ફે પકો હુસૈનભાઇ ચૌહાણ ઉવ.૨૩,અસ્લમ ઉર્ફે ભંગારી આ બંન્ને સદરહુ ચોરીમા સંડોવાયેલા હોય બંને ને છરી કરેલ મુદ્દામાલ સાથે ઝડપી લઇ કોર્ટમા રજુ કરતા કોર્ટે બંન્ને આરોપીને જેલ હવાલે કરેલ કર્યા હતા