Bhavnagar
ભાવનગર : જ્વેલર્સ સર્કલ નજીક ત્રણ શખ્સોએ યુવાનના બાઈકને ચાપી આગ

પવત
ભાવનગર શહેરમાં દિન દહાડે આવારા તત્વોની મારામારી અને દાદાગીરીનું પ્રમાણ વધતું જતું હોય તેમ શહેરના સર્કલ થી થોડે દૂર યુવાનને ઉભો રાખી સામુ કેમ જોવો છો તેમ કહી ત્રણ શખ્સોએ યુવાનના બાઈક પર પેટ્રોલ છાંટી દીધી હતી દરમિયાનમાં ત્રણેય શખ્સો ક્યાંથી નાસી છૂટ્યા હતા દરમિયાનમાં મામલતદાર કચેરી નજીક ઉશ્કેરાયેલા ટોળાએ લાકડા ધોકા વડે ગંભીર માર મારતા પોલીસ અને ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને બે શખ્સોને ઝડપી લઇ પોલીસ મથક ખાતે લઈ ગયા હતા. શહેરમાં રહેતા અને સરોવર પોર્ટિકો માં ફરજ બજાવતા યુવાન જયરાજસિંહ પરમાર પોતાના મોટરસાયકલ પર જવેલ સર્કલ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્રણ અજાણ્યા મોટરસાયકલ સવારો યુવાનને ઉભો રાખી પહેલ કે સામું કેમ જોવો છો તેમ કહી માર મારી યુવાનના મોટરસાયકલને આગ ચાપી ત્યાંથી પલાયન થયા હતા દરમિયાનમાં શહેરમાં આવેલ મામલતદાર કચેરી નજીક પહોંચતા ઉશ્કેરાયેલા ટોળાએ આ ત્રણે શખ્સોને અટકાવી આડેધડ માર્યો હતો જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતા ની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને બે શખ્સોને પકડી પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા