Bhavnagar
ભાવનગર ; હવે ડમીકાંડમાં યુવરાજસિંહ પર ‘તોડ’નો આરોપ

કુવાડિયા
પેપરલીકમાં સરકારને ભીડવનાર વિદ્યાર્થી નેતા ખુદ મુશ્કેલીમાં ; જૂના સાથી બિપીન ત્રિવેદીએ વિડીયો જાહેર કરી ડમી કાંડમાં નામ નહી જાહેર કરવા બદલ રૂા.55 લાખ લીધાનો આરોપ
ગુજરાતમાં પેપર લીક કાંડ ખોલીને જાણીતા બનેલા તથા હાલ સરકારી ભરતી કાંડમાં ડમી દ્વારા પરીક્ષા આપવા સહિતના કૌભાંડ ખોલી સરકારને ધ્રુજાવી દેનાર વિદ્યાર્થી નેતા તથા આમ આદમી સામે જોડાયેલ અગ્રણી યુવરાજસિંહ પર હવે ડમી કાંડમાં એક વ્યક્તિની સંડોવણી ખુલી નહી કરવાના બદલામાં મોટી રકમનો તોડ કરવાનો આરોપ લાગ્યો છે અને હવે પોલીસ આ અંગે તપાસ કરે તેવા સંકેત છે. ગુજરાતમાં પેપરલીકમાં સરકારને પગલા લેવા મજબૂર કરનાર યુવરાજસિંહ આક્ષેપ કરનાર બિપીન ત્રિવેદી તેનો જૂનો જ સાથી છે અને તેણે એક વિડીયો વાયરલ કરીને યુવરાજસિંહ ડમી પ્રકરણમાં મોટા તોડ કરતા હોવાનું જણાવીને એક વિદ્યાર્થીનું નામ ડમી કાંડમાં જાહેર નહી કરવા બદલ રૂા.55 લાખ લીધા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. યુવરાજસિંહે ડમી કાંડનો ખુલાસો કરતા પોલીસને પગલા લેવાની ફરજ પડી હતી.
પણ હવે તેનીજ સામે બિપીન ત્રિવેદીએ આક્ષેપ કર્યો કે તેણે અને યુવરાજે આ અંગે એક વ્યક્તિ સાથે મીટીંગ કરી હતી અને તેમાં યુવરાજે મોટો ‘તોડ’ કર્યો છે. આ વિડીયોમાં એક કાર અને તેમાં યુવરાજ હોવાનો દાવો કર્યો છે અને નામ નહી લેવા ખાસ પ્રકારે જ રૂા.1 કરોડ માંગ્યા હતા ને રૂા.55 લાખમાં સોદો કર્યો હતો. તેવો આક્ષેપ કર્યો હતો. જો કે ખુદે જ આ આક્ષેપ નકારતા કહ્યું કે તે જે માહિતી હતી તે પોલીસને પહોચાડી છે અને તેનાથી કશું વધુ નથી મેં કોઈની પાસેથી નાણા લીધા નથી.