Bhavnagar
ભાવનગર ; વાવાઝોડાનું નામકરણ કેવી રીતે થાય છે : વાંચો ખાસ
કુવાડિયા
ભાવનગર સરિતા માપક અધિકારી જીગ્નેશ જોશી દ્વારા વિગતો આપી, વાવાઝોડાનું નામકરણ એક તમામ દેશો વચ્ચે એક કમિટી છે જે નક્કી કરે છે ; જીગ્નેશ જોષી
બીપોરજોય વાવાઝોડાના નામનો અર્થ શું વારંવાર આજે મીડિયા દ્વારા પૂછવામાં આવે છે. જેનો જવાબ આપતા સરિતા માપક અધિકારી જીગ્નેશ જોશી દ્વારા જણાવવામાં આવ્યું કે જ્યારે ચક્રવાતનું નિર્માણ થાય છે તેના થોડા સમયમાં જ તેના નામ બહાર આવી જાય છે. આ વખતના અરબી સમુદ્ર માંથી ગુજરાત આવતા વાવાઝોડાનું નામ બીપરજોય રખાયું છે. દરેક વાવાઝોડાનું નામ હોય છે અને તમે ના સાંભળ્યું હોય તો જણાવી દઈએ. ભૂતકાળમાં ઓખી, કટરીના, લીઝા, લૈરી જેવા નામો પણ વાવાઝોડાના રાખવામાં આવ્યા હતા. આ વખતના ગુજરાત તરફ આવતા વાવાઝોડાનું નામ બિપોરજોય રાખવામાં આવ્યું જે લગભગ 12 થી 14 જૂન વચ્ચે આવવાની શક્યતાઓ છે. આપને જણાવી દઈએ કે બધા દેશો સાથે મળીને આ નામકરણ કરે છે. જેમાં અલગ અલગ નામો પહેલેથી જ આપી દેવામાં આવ્યા હોય છે.
આ નામકરણ માટે સંગઠન પણ બનાવવામાં આવ્યું છે. જેમાં વિવિધ દેશોનો સમાવેશ કરાયો છે. આ ક્ષેત્રમાં સ્થિત 13 દેશો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ઉદ્ભવતા ચક્રવાતને નામ આપે છે. 2000 માં, WMO/ESCAP તરીકે ઓળખાતા હતા. આ પ્રદેશમાં ઉદ્દભવેલા ચક્રવાતને નામ આપવા માટે રચાયેલ જૂથમાં દેશો – બાંગ્લાદેશ, ભારત, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડએ નામ આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે વર્ષ 2018માં પાંચ અન્ય દેશો ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને યમન જોડાયા હતા. એટલે કે, હવે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત નામ 13 દેશો ઉપરના ટેબલ મુજબ આપે છે.
બોક્સ…
બીપોજોય વાવાઝોડાનું નામ કોણે પાડ્યું અને એનો અર્થ શું
સરિતા માપક અધિકારી જીગ્નેશ જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અરબી સમુદ્રમાં ચક્રવાતનું દબાણ બની રહ્યું છે જે ૧૨ થી ૧૪ જૂન વચ્ચે ગુજરાત માં આવી શકે છે .આ 2023 નું બીજું ચક્રવાત છે, જેને ટેબલ માં જોઈ શકો છો કે બાંગ્લાદેશ દ્વારા બીપોરજોય નામ આપવામાં આવ્યું છે. જેનો અર્થ ગુજરાતી માં આપતી અને ડિઝાસ્ટર એવો થાય છે.જેના પર થી આ નામ સૂચવ્યું છે. આની પેહલા જે ચક્રવાત મોચા તેનું નામ યમન એ પાડ્યું (જે ટેબલ માં જોઈ શકો છો) જેનો અર્થ એક પ્રકારની સારી કોફી એવો થાય છે.