Bhavnagar
ભાવનગર : ગોકુલધામ સોસાયટીમાં દિવાળી ફટાકડાનો કચરો મળ્યો અને હોહા થઈ વિસ્ફોટકની….

મિલન કુવાડિયા
શંકાના આધારે પોલીસ દોડી, ખુલાસો થતા હાશકારો થયો, ગોકુલધામ સોસાયટીના રહેણાંકના મકાન પાસે દિવાળીમાં લાવેલા ફટાકડા નો કચરો ભરેલું બોક્સ મળ્યું ; તંત્ર અને શહેરીજનોએ લીધો રાહતનો શ્વાસ
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તાર ખાતે આવેલી ગોકુળધામ સોસાયટીમાં વિસ્ફોટક પદાર્થ ભરેલું બોક્સ મળી આવતા શહેર નહિ જિલ્લાભરમાં સનસનાટી મચી જવા પામી હતી. વિસ્ફોટક પદાર્થ ભરેલું બોક્સ કયું હોવાની માહિતી પોલીસ કંટ્રોલ રૂમને મળતાની સાથે જ ડીવાયએસપી સિંગલ એલસીબી એસ ઓ જી એફ એસ એલ અને બી ડી એસ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર મામલાની તપાસ કરી ત્યારે દિવાળીમાં ફોડવા માટે લવાયેલા ફટાકડા નો કચરો બોક્સમાં ભરેલો હોવાનું ખુલતા તંત્ર અને શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો આ સમગ્ર બનાવવાની જાણવા માટે વિગત મુજબ પોલીસ કંટ્રોલ રૂમ પર માહિતી મળી હતી કે ભાવનગર શહેરમાં કાળીયાબીડ વિસ્તાર ખાતે આવેલ ગોકુલધામ સોસાયટી ખાતે રહેતા દિપકભાઈ ભીમાભાઇના રહેણાંકના મકાન પાસે વિસ્ફોટક પદાર્થ ભરેલું બોક્સ પડ્યું છે
આ મેસેજ કંટ્રોલ રૂમ ઉપર મળતા ડીવાયએસપી સિંઘલ બોમ્બ ડિસ્પોઝલ સ્કોર્ડ એફ એસ એલ એલ સી બી એસ ઓ જી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પડેલા બોક્સની સંપૂર્ણપણે ચકાસણી કરવામાં આવી ત્યારે ઘટસ્પોટ થયો હતો કે પડેલા બોક્સમાં દિવાળીના સમયમાં ફોડવા માટે લાવવામાં આવેલા ફટાકડાનો કચરો હોવાનું ખુલ્યું હતું અને કોઈ શંકાસ્પદ કે કોઈ વિસ્ફોટક પદાર્થ છે કે કેમ તેની ચકાસણી પોલીસ તંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી આ સમગ્ર મામલે ડી વાય એસ પી સિંઘલે જણાવ્યું હતું કે કોઈ શંકાસ્પદ કે વિસ્ફોટક પદાર્થ નથી આ સમાચારો વહેતા થતા ની સાથે જ તંત્ર અને શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો