Bhavnagar
ભાવનગર બોગસ બીલીંગનુ હોટસ્પોટ : નવા કનેકશનનો ખુલાસો

બરફવાળા
બોગસ પેઢીઓ પકડવા ‘સ્થળ તપાસ’ અભિયાનમાં વધુને વધુ કારસ્તાનોનો પર્દાફાશ, સુરત-વડોદરામાં જીએસટી કૌભાંડનું પગેરૂ પણ ભાવનગરમાં નિકળ્યું : પાલીતાણાના લોકોના નામે પણ બનાવટી રજીસ્ટ્રેશન નંબર
ગુજરાતમાં નવા નવા જીએસટી કૌભાંડનો ખુલાસો થઈ જ રહ્યો છે ત્યારે આવા વધુ એક કારસ્તાનમાં ‘ભાવનગર કનેકશન’નો ભાંડો ફૂટયો છે તેનાં આધારે ભાવનગર જીએસટી કૌભાંડનું હોટસ્પોટ હોવાની વાત વધુ દ્રઢ બની રહી છે. સુરત પોલીસે ગત સપ્તાહમાં આદિલ હસન બાજુબરને મુંબઈ એરપોર્ટથી પકડયો હતો તે દુબઈ નાસી રહ્યો હતો. આદિલ ભાવનગરનો જ રહેવાસી છે અને સુરતમાં પકડાયેલી 13 બોગસ કંપનીઓનો સુત્રધાર હોવાની શંકા છે.આ કંપનીઓ મારફત 50 કરોડનુ બોગસ બીલીંગ થયુ હતું. આર્થિક અપરાધ નિવારણ શાખા દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. સુરત સ્થિત બિલ્ડરના નામે રજીસ્ટર્ડ 21 ભાડા કરારમાં આદિલે બનાવટી સહીઓ કરી હતી. આ બનાવટી કંપનીઓ મારફત ગેરકાયદેસર રીતે ઈનપુટ ટેકસ ક્રેડીટ મેળવાતી હતી.
તપાસનીશ અધિકારીઓ સમક્ષ આરોપી આદિલે એવી કબુલાત આપી હતી કે બિલ્ડરના નામે બોગસ કંપનીઓ ઉભી કરવા માટે તેના નામનું બોગસ આધારકાર્ડ કઢાવ્યું હતું. બોગસ બીલીંગ જીએસટીનાં અન્ય એક કૌભાંડમાં વડોદરા પોલીસે ભાવનગરનાં યાસીન ઉર્ફે અંકલ ઈસ્માઈલ મશાબી તથા અકરમ અબ્દૂલ્લાની ધરપકડ કરી હતી. વડોદરામાં બોગસ પેઢી ઉભી કરવા તથા કરોડની કરચોરીના મામલે આ ધરપકડ કરવામાં આવી હતી. ભાવનગરમાં બનાવટી આધાર-જીએસટી ડેટાનાં આધારે કરોડો રૂપિયાના અન્ય એક કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે.ભાવનગર તથા પાલીતાણાના કેટલાંક લોકોનાં દસ્તાવેજોનો ઉપયોગ કરીને દેશભરમાં બોગસ જીએસટી રજીસ્ટ્રેશન મેળવાયાનો તથા કરોડોના બોગસ બીલીંગ થયાનો ખુલાસોમ્મદ ટાટાએ રીમાંડ દરમ્યાન એવો ખુલાસો કર્યો હતો કે ભાવનગર બોગસ બીલીંગ કૌભાંડનું હોટસ્પોટ છે. જીએસટી કૌભાંડ રોકવા માટે એસજરીએસટી વિભાગ દ્વારા 2500 જેટલા શંકાસ્પદ રજીસ્ટ્રેશન નંબરોનૂં લીસ્ટ બનાવવામાં આવ્યુ છે અને તેમાં સ્થળ ચકાસણી કરવામાં આવી રહી છે.