Bhavnagar
આર્થિક અનામતને સુપ્રિમ કોર્ટ બહાલ રાખવાના નિર્ણયને ભાવનગર જિલ્લા ક્ષત્રિય સમાજે આવકાર્યો
મિલન કુવાડિયા
ગઇકાલે આર્થિક અનામતને સુપ્રિમ કોર્ટ બહાલ રાખવાના નિર્ણય કરતા નિર્ણયને ભાવનગર જિલ્લા ક્ષત્રિય સમાજે આવકાર્યો છે ગોહિલવાડ ક્ષત્રિય રાજપૂત સમાજના વાસુદેવસિંહે ગોહિલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અભિનંદન પાઠવી તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી વાસુદેવસિંહ વધુમાં જણાવ્યું હતું કે સરકાર ધ્વારા જાન્યુઆરી ૨૦૧૯ બંધારણ ૧૦૩મો સુધારો લાવી આર્થિક રીતે પછાત સવર્ણ સમાજના સામાન્ય વર્ગના લોકોને નૌકરી અને શિક્ષણમાં ૧૦ % અનામત આપવાની જોગવાઇ કરવામાં આવેલ બાદ આ બંધારણીય સુધારાને સંસદમાં પણ મંજુરી મળી ગઇ હતી પરંતુ આ પ્રકારની અનામતએ બંધારણીય ભાવનાની વિરૂધ હોવાનું અને તેમજ આર્થિક રીતે અનામત ન આપી શકાય તેવા મુદ્દા પર સર્વોચ્ચ અદાલતમાં પડકાર ફેંકવામાં આવેલ જેના પર લાંબી સુનાવણી બાદ ગઇકાલે ચીફ ચુકાદો આપવામાં આવ્યો જેના કારણે ૧૦ % આર્થિક અનામત ની જોગવાઇ યથાવત રહેશે .
તેનો લાભ મળતો રહેશે આર્થિક રીતે નબળા વર્ગ માટે ૧૦ ટકા અનામતની કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટ નિર્ણય આપ્યો છે ચીફ જસ્ટીસ યુ યુ લલિતના વડપણ હેઠળની ખંડપીઠે ૩ : ૨ ખુદ ચીફ જસ્ટીસ અને રવિન્દ્ર ભટ્ટ આર્થિક અનામત અયોગ્ય ગણાવી જયારે જસ્ટીસ પારડીવાલા જસ્ટીસ દિનેસ માહેશ્વરી અને જસ્ટીસ બેલા ત્રીવેદી ધ્વારા ૧૦ % આર્થિક રીતે પછાત વર્ગને માટે અનામતને યોગ્ય ગાણાવ્યુ હતુ.અને કહ્યું કે અનામત આપવાથી બંધારણની કોઇ કલમનો ભંગ થતો નથી આર્થિક અનામતનો અમલ કરતુ સૌથી મોટુ રાજય ગુજરાત છે આઝાદી બાદ સૌથી વધુ વિવિધ કાયદા તળે ત્યાગ અને બલિદાનને વરેલો ક્ષત્રિય રાજપૂત સમાજને સહન કરવાનું આવ્યુ છે .
આ કાયદાના અમલ બાદ સુવર્ણ વર્ગના આવતી આર્થિક રીતે પછાત જ્ઞાતિઓ સાથે સાથે ક્ષત્રિય રાજપૂત સમાજને શિક્ષણ અને નૌકરીમાં બેઠો થવામાં મદદગારરૂપ થઇ રહયો છે ગોહિલવાડ રાજપૂત સમાજ તેમજ તેની સલગ્ન સંસ્થાઓ શ્રી મનહરકુંવરબા રાજપૂત વિધાસંકુલ, ભાવનગર ગરાસિયા સમાજ, શ્રી માજીરાજબા સ્મારક રાજપૂત વિધવા સહાયક ફંડ, શ્રી રાજપૂત પાઇફંડ સોસાયટી, ગોહિલવાડ રાજપૂત મહિલા સમાજ તેમજ ગોહિલવાડના તાલુકા રાજપૂત સમાજ પ્રમુખશ્રીઓ ધ્વારા પણ વડાપ્રધાન અને મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી