Connect with us

Bhavnagar

ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્રને ૯૮ ફિમેલ હેલ્થ વર્કર બહેનો, ૮ લેબોરેટરી ટેક્નિશિયન અને ૧૧ ફાર્માસિસ્ટ મળશે

Published

on

Bhavnagar district health system will get 98 female health workers, 8 laboratory technicians and 11 pharmacists.
  • આ અંગેની દસ્તાવેજ ચકાસણી સહિતની કામગીરી પૂર્ણ થતાં નજીકના ભવિષ્યમાં નવું કર્મચારી બળ વધશે

ગુજરાત રોજગારી આપવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. તેમાંય આરોગ્ય સેવા કે જે લોકો માટે ખૂબ જ ઉપયોગી સેવા છે. તેમાં સમયે સમયે ભરતી કરીને આરોગ્ય સેવાને દિવસેને દિવસે બળવત્તર બનાવવામાં આવી રહી છે.

તાજેતરમાં જ આરોગ્ય વિભાગ દ્વારા નવી ભરતી કરવામાં આવી છે. આ નવી ભરતીના કર્મચારીઓ માટેની નિમણૂંક માટેની તમામ પ્રક્રિયાઓ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ માટે આરોગ્ય ક્ષેત્રે થનાર ભરતીમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલાં અને ભાવનગર જિલ્લાને ફાળવવામાં આવેલા ઉમેદવારોને ભાવનગર જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી કુમારના માર્ગદર્શન અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા તમામ દસ્તાવેજોના ચકાસણી, જાતિના પ્રમાણપત્રોની ચકાસણી કરીને મેરીટ મુજબની પારદર્શક યાદી તૈયાર કરીને રાજ્ય સરકારને આપી દેવામાં આવી છે.

આ અંગે જરૂરી કાર્યવાહી કરીને જ્યારે રાજ્ય સરકાર દ્વારા આદેશો કરવામાં આવશે ત્યારે ભાવનગરના આરોગ્ય તંત્રને ૯૮ ફિમેલ હેલ્થ વર્કર બહેનો, ૮ લેબોરેટરી ટેક્નિશિયન અને ૧૧ ફાર્માસિસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પસંદ થયેલ યુવક-યુવતીઓને ગાંધીનગરથી ઓર્ડરો રૂબરૂ સુપ્રત કરવામાં આવશે. આ નવી ભરતીથી આરોગ્ય તંત્રનું માળખું વધુ મજબૂત બનશે અને નાનામાં નાના ગામ સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટેની વ્યવસ્થાઓ ઉભી કરી શકાશે.
——-
-સુનિલ પટેલ

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!