Bhavnagar
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા વિધાનસભામાં વિક્રમરૂપ વિજયનો નિર્ધાર
- સિહોર ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષનું થયું અભિવાદન
વિધાનસભા ચૂંટણીમાં વિક્રમરૂપ વિજયનો ભાવનગર જિલ્લા ભાજપ અગ્રણીઓ દ્વારા નિર્ધાર થયો છે. સિહોર ખાતે મળેલી બેઠકમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રીનું અભિવાદન કરાયું છે. સિહોર ખાતે આજે ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારોની મળેલી બેઠકમાં આગામી વિધાનસભા બેઠક માટે એક એક કાર્યકર્તાઓ પોતાના ઉમેદવાર માટે મંડી પડશે તેમ અધ્યક્ષ સ્થાને રહેલા જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી મૂકેશ લંગાળિયાએ જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભા ભારતીય જનતા પક્ષના ઉમેદવારો માટે આ બેઠકમાં વિક્રમરૂપ વિજયનો રાજ્યના મંત્રી રહેલા શ્રી રાઘવજી મકવાણા અને શ્રી આત્મારામ પરમાર સાથે અગ્રણીઓ દ્વારા નિર્ધાર થયો છે.
અહી કોઈ પણ ઉમેદવાર આવે ભાજપને ભારે બહુમતી સાથે જીતાડવા સૌ સંકલ્પબદ્ધ થયા હતા. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે શ્રી મૂકેશ લંગાળિયાના બે વર્ષ પૂરા થતા તેમની કામગીરી બિરદાવવા સાથે અભિવાદન થયું હતું. બેઠક પ્રારંભે ભાજપ મહામંત્રી શ્રી કેતનબાપુ કાંત્રોડિયાએ આવકાર ઉદબોધન કરેલ જ્યારે આભાર વિધિ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ કરેલ. આ બેઠકમાં શ્રી ભુપતભાઈ બારૈયા તથા શ્રી હરેશભાઈ વાઘ સાથે ભાજપ સંગઠન મોરચાના હોદ્દેદારો જોડાયા હતા.