Bhavnagar
ભાવનગર : જુના બંદર રોડ પર આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં વિકરાળ આગ ભભુકી

Pvar
જુના બંદર રોડ પર આવેલ પ્લાસ્ટીક વેસ્ટના ગોડાઉનમાં આગની ઘટના, ગત મધરાતે લાગેલી આગ ૧૨ કલાક બાદ કાબૂમાં આવી : ફાયરબ્રિગેડ કાફલાએ બે લાખ લીટરથી વધુ પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી : આગમાં ગોડાઉનમાં રાખવામાં આવેલો પ્લાસ્ટિકનો કચરો સંપૂર્ણપણે ખાક
ભાવનગર શહેરના જુના બંદર રોડ પર રાજા સ્લેટ પાસે આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોડી રાત્રીના ૧૨ કલાકના સમય આગ ભભૂકી ઉઠી હતી જોત જોતા માં આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગ લાગ્યા નો સંદેશો ફાયર બ્રિગેડને મળતા મોડીરાત્રીના સમયે ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને ભભૂકી ઉઠેલી આગ પર પાણીનો છંટકાવ શરૂ કરી દીધો હતો સળંગ અને સતત ૧૨ કલાક સુધી ફાયર બ્રિગેડના સાથે પાણીનો છંટકાવ કરી ભારે જહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગમાં પ્લાસ્ટિકનો જથ્થો સંપૂર્ણપણે ખાક થઈ જવા પામ્યો હતો આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના જુના બંદર રોડ પર આવેલ રાજા સ્લેટ ના કારખાનાની બાજુમાં આવેલ ૧૩૦ બી દિલીપભાઈ રાઠોડ ની માલિકીનું પ્લાસ્ટિકના કચરા ના ગોડાઉનમાં રાત્રિના ૧૨:૦૦ વાગ્યાના સમયે અચાનક આગ ભભુકી ઉઠી હતી આગ લાગ્યા નો સંદેશો ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવવા માટે ભરપૂર હજારો લીટર પાણીનો છંટકાવ કર્યો હતો આગ જોત જોતામાં પ્લાસ્ટિકનો કચરો ભરેલો હોય વિકરાળ બની ગઈ હતી ફાયર બ્રિગેડના સ્ટાફે રાત ભર અને આજે બપોરના ૧૨ કલાક સુધી હજારો લિટર પાણીનો છંટકાવ કરી ભારે જહમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગમાં આશીફભાઈ ખલીફા ની માલિકીનો પ્લાસ્ટિકનો કચરો સંપૂર્ણપણે ખાક થઈ જવાબ પામ્યો હતો આગ લાગવાનું કારણ અને નુકસાની જાણવા મળેલ નથી