Sihor
સિહોરના ભાણગઢનો સંપર્ક કપાયો, નદીના ધસમસતા પ્રવાહમાં કોઝ-વે ધોવાયો
પવાર
સિહોરના ભાણગઢ સહિતના વિસ્તારમાં ભારે વરસાદને લઈ પાણી કોઝ-વે પર ફરી વળવાને લઈ સ્થાનિકોને અવરજવર કરવાની સમસ્યા સર્જાઈ હતી. કાળુભાર અને રંઘોળી નદીમાં નવા પાણી આવ્યા હતા. જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. સિહોર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સિહોરના ભાણગઢ સહિતના વિસ્તારમાં ભારે વરસાદને લઈ પાણી કોઝ-વે પર ફરી વળવાને લઈ સ્થાનિકોને અવરજવર કરવાની સમસ્યા સર્જાઈ હતી.
કાળુભાર અને રંધોળી નદીમાં નવા પાણી આવ્યા હતા.નદીનો પ્રવાહ ધસમસતો વહ્યો હતો. ધસમસતા પ્રવાહને લઈ ભાણગઢ ગામે જવાના માર્ગ પરના કોઝ-વે પાણીમાં ધોવાઈ ગયો હતો. ભાણગઢ ગામના લોકોનો સંપર્ક તૂટી જવા પામ્યો છે અને ગામના લોકોએ ગામમાં જ રહેવા માટે મજબૂર રહેવુ પડ્યુ છે. ભાણગઢ ગામનો આ કોઝ-વે ગત વર્ષે જ નિર્માણ કરવામાં આવ્યો હતો.આમ એક જ વર્ષમાં કોઝ પાણીમાં તૂટી જવા પામ્યો છે.