Connect with us

Sihor

સિહોર જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓએ ભણ્યા ચૂંટણીના પાઠ ; શાળામાં સર્જાયો ચૂંટણીનો માહોલ

Published

on

at-sihore-gnanmanjari-modern-school-students-studied-election-lessons-an-election-atmosphere-was-created-in-the-school

પવાર

વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા કેવી રીતે થતી હોય છે તે માટે સિહોર જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે ચૂંટણી યોજાઈ હતી અને ચૂંટણીલક્ષી કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સિહોરના નવાગામ કનીનાવ ખાતે આવેલ સિહોર જ્ઞાનમંજરી મોર્ડનમાં અભ્યાસ કરતા ધોરણ 5 થી 10બના વિદ્યાર્થીઓ માટે ચૂંટણીઓમાં કેવી રીતે પ્રક્રિયાઓ કે કામગીરી કરવામાં આવતી હોય છે અને આ ચૂંટણીઓમાં મતદાન નું શું મહત્વ હોય છે તે અંગે જાગૃતિ ફેલાવવા માટે સ્કૂલમાં બાળકો માટે ચૂંટણી યોજાઈ હતી.જેમાં શાળા દ્વારા પુઠાનુ મત કુટીર બનાવીને કઈ રીતે મતદાન કરવું, અને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે સમજ આપી હતી. જેમાં વિદ્યાર્થીઓ જ પોતે ઉમેદવાર બન્યા હતા ને વિદ્યાર્થીઓ જ મતદાતા બન્યા હતા. સ્કૂલના ધોરણ 5 થી 10ના વિદ્યાર્થીઓ દ્વારા જ તમામ ચૂંટણીની કામગીરી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ જ ઉમેદવાર અને વિદ્યાર્થીઓ જ મતદાર રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ શાળાની ચૂંટણીમાં ભાગ લીધો હતો અને મતદાન કર્યું હતું સાથે બીજા બાળકોએ પણ અન્ય લોકોને મતદાન કરવા અને મત અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

at-sihore-gnanmanjari-modern-school-students-studied-election-lessons-an-election-atmosphere-was-created-in-the-school

18 વર્ષની ઉંમર પહેલા ખરેખર ચૂંટણી કેવી હોય અને મતદાન કઈ રીતે કરવામાં આવે છે તે વિશેની તમામ માહિતી આ બાળકોને આપવામાં આવતા બાળકોમાં પણ ચૂંટણી અંગે જાગૃતતા આવી હતી. આ સાથે બાળકોએ પણ અન્ય લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરશે તેવો સંકલ્પ પણ લીધો હતો. આ સ્કૂલમાં શિક્ષણની સાથે અવનવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને બાળકોને ગમત સાથે જ્ઞાન આપવામાં આવે છે જે નોંધનીય છે. આ રીતે શાળાના વિદ્યાર્થીઓ 18 વર્ષના થશે ત્યારે કઈ રીતના મતદાન કરવું જોઈએ તે અંગેની હમણાંથી જ સમજ આપી હતી સાથે બાળકો પણ મતદાન કરવા માટે ઉત્સુક જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી વી.ડી. નકુમ, આચાર્ય ભરતભાઈ મોરી, તેમજ શાળાના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓએ ઉપસ્થિતિ નોંધાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Continue Reading
Advertisement
error: Content is protected !!