Bhavnagar
ભાવનગર જિલ્લા NSUI પ્રમુખ તરીકેની જવાબદારી અર્ષમાન બલોચના શિરે આવતા તેમના કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ
પવાર
- વિધાર્થી પાંખમાં અર્ષમાન લડાયક યુવા નેતા તરીકે જાણીતા છે, વિદ્યાર્થીઓની દરેક મુશ્કેલીઓમાં અર્ષમાન હંમેશા અડીખમ ઉભા રહી આક્રમક રજુઆતો કરે છે
મૂળ સિહોરના બુઢણા ગામના વતની અર્ષમાન બલોચને ભાવનગર જિલ્લા NSUI પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અર્ષમાન બલોચ યુવા લડાયક નેતા તરીકે જાણીતા છે. ખાસ યુવાનોમાં સારી લોકચાહના ધરાવે છે. અને ખાસ પાલીતાણા અને ગ્રામ્ય વિસ્તારોમાં સારું પ્રભુત્વ છે.
અર્ષમાનની NSUI માં જિલ્લા પ્રમુખ તરીકે નિમણુંકને લઈ યુવાનોમાં એક નવોજોમ જુસ્સો જોવા મળે છે. અર્ષમાનને જિલ્લામાં જવાબદારી સોંપવામાં આવતા કાર્યકરોમાં ખુશી વ્યાપી છે. ગઈકાલે થયેલી નિમણુંકને લઈ આગેવાન કાર્યકરોએ અર્ષમાનનું ફુલહાર સાથે સ્વાગત સન્માન કરી ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી છે.
જિલ્લાના આગેવાનોએ પણ આ નિમણુંકને આવકારી છે ઉલ્લેખનીય છે કે બુઢણાના અર્ષમાન બલોચ અને પરિવાર વર્ષોથીં કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે ભાવનગર જિલ્લા નહિ પણ પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ સાથે નજીકનો ઘરોબો ધરાવે છે સાથે અર્ષમાન વિદ્યાર્થીઓની દરેક મુશ્કેલીઓમાં હંમેશા અડીખમ ઉભા રહી આક્રમક રજુઆતો અને દેખાવના કાર્યક્રમો આપવાં માટેના જાણીતા છે