Bhavnagar
અરવિંદ કેજરીવાલ અને ભગવંતમાન ભાવનગરમાં ; આજે પ્રેસ સંબોધશે
રાત્રી રોકાણ નિલમબાગમાં, સવારે પ્રેસને સંબોધશે, ગારિયાધારમાં સભાને ગજવશે, રાજુ સોલંકી આપમાં જોડાઇ તેવા સંકેત, ગારિયાધાર ખાતે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા પણ આપનો ખેસ પેહરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ નથી પરંતુ પ્રચાર-પ્રસારનો માહોલ અત્યારથી જ શરૂ થઇ ચુક્યો છે. ગુજરાતમાં પોતાની પક્કડ મજબુત કરવા આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નક્કી કરી લીધુ છે અને તેઓ સમયાંતરે ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ, અને પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન થતા સંગઠનની ટીમ ભાવનગર આવી રહી છે.
શહેરના નિલમબાગ પેલેસ ખાતે રાત્રી રોકાણ કરશે આવતીકાલે સવારે પ્રેસ સંબોધશે તેમ ગારીયાધાર ખાતે સભા પણ ગજવશે જ્યાં ગુજરાતમાં બેરોજગારી તથા સરકારી નોકરી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ-ભ્રષ્ટાચાર અને પેપર ફુટવા જેવી ઘટનાઓ મુદ્દે તડાપીટ બોલાવશે. જેની વચ્ચે પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા સુરતના અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવયા સહિતની ટીમ આમ આદમી પાર્ટી સાથે જોડાશે.
ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર પૈકીના એક માનવામાં આવી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ કોની સાથે જશે તેને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી. પરંતુ આજે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા ધાર્મિક માલવયા સહિતના હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. અને ભાવનગરના કોળી સમાજના મોટા નેતા રાજુ સોલંકી પણ આપમાં જોડાઈ તેવા સંકેત મળી રહ્યા છે.