Sihor
ચૂંટણી ફરજની અગત્યની બેઠકમાં ગેરહાજર રહેનાર પ્રશાંત દવેનું ધરપકડ વોરંટ ; ખળભળાટ
અગાઉ સિહોર ફરજ બજાવી ચૂકેલા અને હાલ ઉમરાળા મામલતદાર કચેરીમાં ફરજમાં રહેતા પ્રશાંત દવે ફરજમાં બેદરકાર : ચૂંટણીલક્ષી અગત્યની બેઠકમાં હાજર ન રહ્યા, ચૂંટણી અધિકારીએ દવે સામે કડક કાર્યવાહીમાં આદેશ કરતા ખળભળાટ
વિધાનસભા ચૂંટણી માટે તંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ચૂક્યું છું, પોલિંગ ઓફિસરથી લઇને પ્રિસાઈડિંગ ઓફિસર સુધીના કર્મચારીઓની જુદી-જુદી તાલીમ યોજાઇ રહી છે. ઉચ્ચ અધિકારી કર્મચારીઓની બેઠકો મળી રહી છે ત્યારે અગત્યની બેઠકોમાં હાજર નહીં રહેનારા કર્મચારી સામે વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કરાતા ભારે ચકચાર મચી છે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે ત્યારે ભાવનગર સહિત રાજ્યમાં ચૂંટણીની ટ્રેનિંગ અને અગત્યની બેઠકો મિટિંગો યોજાઈ રહી છે
જેમાં હાજર ન રહેલા કર્મીઓ સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. ત્યારે અગાઉ સિહોર ફરજ બજાવી ચૂકેલા અને હાલ ઉમરાળા મામલતદાર કચેરીમાં ફરજમાં રહેતા પ્રશાંત દવે ફરજમાં બેદરકાર રહ્યા છે આજે યોજાયેલ ચૂંટણીલક્ષી અગત્યની બેઠકમાં હાજર ન રહ્યા ત્યારે ચૂંટણી અધિકારીએ દવે સામે કડક કાર્યવાહીમાં આદેશ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને જેતે મુખ્ય અધિકારીએ સંબંધિત પોલીસને ધરપકડની સૂચના આપી છે અને દવે સામે ધરપકડનું વોરંટ ઇશ્યુ કરાતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે