Connect with us

Sihor

અસામાજીક તત્‍વો – બુટલેગરોના સાથથી ભાજપ ચૂંટણી જીતે છે : જયદીપસિંહ ગોહિલ

Published

on

Anti-social elements - BJP wins elections with bootleggers: Jaideep Singh Gohil
  • ભાજપના કથીત પત્રમાં પાર્ટી સાથે ન હોય તેવા બુટલેગરોનું લીસ્‍ટ મોકલવા જણાવાયુ : કોંગ્રેસની સત્તા પક્ષ ઉપર તડાપીટ : રાજકારણમાં ખળભળાટ : ભાજપ સાથે હોય તેવા બુટલેગરોની યાદી જાહેર કરવા કોંગ્રેસની માંગ

રાજ્‍યમાં વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઇ ચૂકી છે. તા. ૧ અને ૫ ડિસેમ્‍બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. ત્‍યારે રાજકીય પક્ષો વચ્‍ચે આરોપો – પ્રત્‍યારોપનો સીલસીલો શરૂ થઇ ગયો છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રણેય પક્ષો એક્‍શનમાં આવી ગયા છે. હવે વાર પલટવારની સ્‍થિતિ જોવા મળી રહી છે. ભાજપના કથિત પત્રથી રાજકારણમાં એક નવો જ વિવાદ સામે આવ્‍યો છે. ભાજપના કથિત પત્રથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી જવા પામ્‍યો છે. ભાજપ ચૂંટણીમાં બુટલેગરોનો સહારો લેતી હોવાનો ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રવકતા જયદીપસિંહે દાવો કર્યો છે. ભાજપના પત્રને લઈને કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવ્‍યા છે. કથિક પત્રમાં ૧૩માં નંબરના મુદ્દામાં ભાજપ સમર્થક ન હોય તેવા બુટલેગરોની યાદી બનાવવા આદેશ કરાયો છે. હવે ભાજપના પત્રમાં બુટલેગરોનો ઉલ્લેખ કેમ તે એક મોટો સવાલ ઉભો કરી.

Anti-social elements - BJP wins elections with bootleggers: Jaideep Singh Gohil

કોંગ્રેસે જણાવ્‍યું છે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બુટલેગરોનો સાથ મળતો હોય તેવું એક કથિત પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે, જેને કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણી વ્‍યવસ્‍થા માટે કરાયેલ પત્રમાં ચોંકાવનાર મુદ્દો સામે આવ્‍યો છે. ભાજપે હોદ્દેદારો પાસે એમની સાથે ના હોય એવા બુટલેગરોનું લિસ્‍ટ મંગાવ્‍યું છે. પત્રમાં ૧૩ નંબરના મુદ્દામાં આપણા સમર્થક ના હોય એવા બુટલેગરોની યાદી જલ્‍દી મોકલવા સૂચના આપવામાં આવી છે.

કોંગ્રેસ પ્રવક્‍તા જયદીપસિંહે આ વિશે ભાજપ પર અનેક આક્ષેપો લગાવ્‍યા છે. જયદીપસિંહે જણાવ્‍યું હતું કે, ચૂંટણી વ્‍યવસ્‍થા માટે મહત્‍વના મુદ્દામાં જ ભાજપનો અસલી ચહેરો દેખાય છે. ૧૩ નંબરની સુચનામાં ભાજપ સાથે બુટલેગરો ના હોય એનું લિસ્‍ટ મંગાવ્‍યું છે. અસામાજિક તત્‍વો અને બુટલેગરનો સાથ લઇ ભાજપ ચૂંટણી જીતે છે. જે તેમની સાથે ના જોડાય એમને કેવી રીતે સીધા કરવા એ માટે લિસ્‍ટ મંગાવ્‍યું હોવાનો આરોપ ભાજપ પર લગાવ્‍યો છે. ભાજપની હકીકત છતી કરતો આ પત્ર સામે આવતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્‍યો છે. ત્‍યારે તમારી સાથે હોય એવા બુટલેગરોના નામની યાદી ભાજપ જાહેર કરે. ચૂંટણીમાં ભાજપ અસામાજિક તત્‍વોનો સાથ લે છે. આ સમગ્ર ઘટનાને લઈને અનેક મોટા સવાલો ઉભા થયા છે. ત્‍યારે શું ભાજપના પત્રમાં આ ઉલ્લેખ હકીકતે થયો છે? શું ભાજપ ગુંડાઓ અને બુટલેગરોની મદદથી ચૂંટણી જીતે છે.? વિરોધી બુટલેગરોની યાદી કેમ માગવામાં આવી? તે મોટો સવાલ છે

error: Content is protected !!