Connect with us

Sihor

શંખનાદ સમાચારનો વધુ એક પડઘો ; સિહોરના ભડલી રોડ પરના ગાંડા બાવળો હટાવવાનું શરૂ – વિક્રમસિંહની રજુઆત લેખે લાગી

Published

on

Another echo of Shankhnaad News; Removal of mad acacias on Bhadli Road in Sihore started - Vikram Singh's submission got written

પવાર

લોકોના પ્રશ્ને શંખનાદ હંમેશા અગ્રેસર, લોકોની સમસ્યામાં શંખનાદ હંમેશા આગળ રહ્યું તેના અનેક પુરાવા આપી શકાય, આજ સાચું પત્રકારત્વ

હાલના સમયના પત્રકારત્વ પર અનેક સવાલો ઉઠે છે. લોકો પત્રકારને ગોદી મીડીયા તરીકે સંબોધે છે. આપણે ત્યાં સામાન્ય રીતે અખબાર અને ટીવીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અંગે કઈ લખાતુ નથી, જો કે બીજી તરફ બહુ ઓછા પત્રકારો પોતાની રોજ-બરોજની જીંદગી કરતા કઈક અલગ કામ કરે છે,આમ તો મોટા ભાગના પત્રકારો માને છે કે તેનું કામ સરકાર અને તંત્રની ટીકા કરી પોતાની ફરજ પુરી કરવાની, પત્રકાર કામનું કામ તંત્રની ભુલ તરફ ધ્યાન દોરવાનું હોવા છતાં તેના વ્યાપક સંપર્કો કઈ રીતે સામાન્ય માણસની જીંદગી બચાવી શકે તેનું ઉદાહરણ પણ વિક્રમસિંહ ગોહિલ છે.

Another echo of Shankhnaad News; Removal of mad acacias on Bhadli Road in Sihore started - Vikram Singh's submission got written

સિહોરથી ભડલી જતાં રસ્તા ઉપર ખુબજ મોટા બાવળો જે રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન હોય અને રોડ માત્ર એક નાની કેડી જેવો બની જવા પામ્યો હતો અને અકસ્માત સર્જાય તેવી સ્થિતિ જોવા મળી હતી, પત્રકાર તરીકે વિક્રમસિંહ ગોહિલે તંત્રને રજુઆત કરી બાવળો દૂર કરવા માંગ કરી હતી, સામાન્ય રીતે પત્રકાર રજુઆત કરે તો એ રજુઆત માટે અન્ય અખબાર કે ચેનલોમાં જગ્યા મળતી નથી પરંતુ શંખનાદનો હમેશા અભિગમ રહ્યો છે કે લોકોના પ્રશ્નો બાબતે કોઈ બાંધછોડ નહિ કરવી, સત્ય ઉજાગર કરવું, લોકોની સમસ્યા અને મુશ્કેલી તંત્ર સુધી પોચાડવી અને એવું જ પત્રકાર વિક્રમસિંહ ગોહિલની રજુઆતમાં થયું વિક્રમસિંહ ગોહિલે ભડલી રોડ પરથી ગાંડા બાવળો દૂર કરવાની રજુઆત કરતા તંત્ર દ્વારા રોડ પરના ગાંડા બાવળો હટાવવાની કામગીરી શરૂ કરી છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!