Connect with us

Sihor

સિહોર સાથે જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્યતેલનો ચાલી રહેલો બેરોકટોક વેપલો

Published

on

An ongoing unabated flood of adulterated edible oil in the district along with Sihore

Devraj

જનઆરોગ્ય સાથે ચેડા કરી ખિસ્સા ભરતા તત્વો સામે પગલા ભરવા લોકો માંથી ઉઠતી માંગ ; પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને શુ તંત્ર છાવરે છે.?

સિહોર સાથે જિલ્લામાં ભેળસેળ યુક્ત ડિસ્કો તેલનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું હોવાની ચોકાવનારી વિગતો અને જાણકારી મળી રહી છે. ત્યારે તંત્ર વિભાગના અધિકારીઓ તપાસ આદરે તે જરૂરી છે અને પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરનારા સામે પગલાં લેવા માંગણી ઊઠવા પામી છે. હાલ મોંઘવારી એ માઝા મૂકી છે ત્યારે તેલ ના ભાવ આસમાને છે. ત્યારે સિહોર સહિત જિલ્લામાં મોટા વ્યાપારીઓ નફાખોરી કરવા ખાધ તેલમાં ભેળસેળ કરી સીંગતેલ તેમજ કપાસિયા તેલના લેબલ મારી બજારમાં વેચતા હોવાની ચોકાવનારી જાણકારી મળી છે.

An ongoing unabated flood of adulterated edible oil in the district along with Sihore

જેમાં પામોલિન તેલ ના ટીન પર કપાસિયાનું લેબલ મારી તેમ જ સીંગતેલનું એસેન્સ તેમજ કેમિકલ નાખી સિંગતેલ ના નામે ભેળસેળયુક્ત તેલ બજારમાં વેચવામાં આવી રહ્યું છે. સિંગતેલના ડબ્બાના લેબલમાં નાના અક્ષરોમાં શુદ્ધ તેલ લખવામાં આવેલું હોય છે. આમ પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું છે. કેમિકલ યુક્ત હળદર, મરચા, મસાલાની જેમ ખાદ્ય તેલમાં સિંગતેલનું એસેન્સ મિલાવી બજારમાં વેપારીઓ દ્વારા બે રોક ટોક વેચાણ કરવામાં આવી રહ્યું છે. આમ જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો, ખાદ્ય તેલ જેવી વસ્તુઓના કારણે પ્રજાના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. ત્યારે સરકારનું તંત્ર વિભાગ જથ્થાબંધ વેપારીઓની દુકાનમાં ખાધ તેલના નમુના લઇ શુદ્ધ સીંગતેલ તેમજ કપાસીયા તેલના નામે ભેળસેળયુક્ત ખાદ્યતેલનું ઉત્પાદન પેકિંગ કરી બજારમાં મૂકનાર મોટા માથાઓ સામે પગલાં લેવા માંગણી ઉઠવા પામી છે. ડિસ્કો તેલ જેવા ખાદ્યતેલના વપરાશથી કેન્સર, ચામડીના રોગ, વાળ ઉતરવા જેવી ગંભીર બીમારી થવાની સંભાવના રહેલી છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!