Sihor
સિહોરના નેસડા ઘાંઘળી નજીક કાસ્ટિંગ કંપનીની ઓફિસમાં થયેલી ૭.૮૦ લાખ રોકડની ચોરીને લઈ તપાસનો ધમધમાટ

પરવા
- પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, ઘટના મૂળ સુધી પોહચવા પોલીસની કવાયત
સિહોર તાલુકાના નેસડા-ઘાંઘળી રોડ પર આવેલ શાંતિ કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝની મુખ્ય ઓફિસનો દરવાજો તોડી અંદર પ્રવેશેલા અજાણ્યા પાંચ તસ્કરોએ ઓફિસનો કબાટ તોડી કબાટમાં રાખેલા રૂ. ૭.૮૦ લાખ રોકડા સાથેની તિજોરી ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ગઈકાલે ઓફિસ બંધ કર્યા બાદ ઓફિસ ખુલતા ઓફિસમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. આ અંગે સિહોર પોલીસને જાણ કરતા સિહોર પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં ગત મોડી રાત્રીના ૨.૧૫ થી ૩.૦૫ કલાક દરમિયાન ૫ અજાણ્યા તસ્કરો ઓફિસમાં ચોરી કરતા હોવાનું માલુમ પડ્યું હતું.
ચોરીની આ ઘટના અંગે ભાવનગરના વાઘાવાડી રોડ પર રહેતા કંપનીના માલિક ભાવિનભાઈ વસંતભાઈ શાહે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા સિહોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બનાવને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા ઘટનાના મૂળ સુધી પોહચવા પોલીસની કવાયત શરૂ થઈ છે