Bhavnagar
ભાવનગર જિલ્લામાં અંદાજિત 58 ટકા મતદાન, 7 બેઠકો પર 66 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું; 8 તારીખે ફેંસલો થશે
પવાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર સરેરાશ અંદાજિત 58 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લાની સાત બેઠક પર 66 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું છે. તમામ ઉમેદવારોના ભાવિનો 8મી ડિસેમ્બરે ફેંસલો થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાંજે 5.00 વાગ્યા સુધીમાં 61 ટકાની આસપાસ મતદાન થયું છે. તો ગત 2017ની ચૂંટણીમાં 68 ટકા મતદાન થયું હતું.
આ ચૂંટણીમાં સૌથી વધુ તાપીમાં 72.32 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું ભાવનગમાં 51.34 ટકા મતદાન નોંધાયું છે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બન્યા હતા. આ બેઠકો પર 788 (718 પુરૂષ, 70 મહિલા) ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. હવે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ યોજાશે અને બંને તબક્કાનું 8મી ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરાશે