Connect with us

Sihor

શારીરિક મુશ્કેલીઓ વચ્ચે સિહોરના વિકલાંગોએ મતદાન કર્યું

Published

on

Amidst physical difficulties, disabled people of Sehore voted

દેવરાજ

  • વિકલાંગ મનસુખભાઈ અને એમના પત્નીનો મતદાન માટે અડગ નિર્ધાર, મનસુખભાઇએ કહ્યું કે આ અવસર લોકશાહીનો છે અને એમ પણ સિહોરની નગરી મતદાન કરવામાં હંમેશા અગ્રેસર છે

દિવ્યાંગો તથા વરિષ્ઠ નાગરિકો સરળતાથી મતદાન કરી શકે તે માટે વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨માં ચૂંટણીપંચ દ્વારા ઘર બેઠા પોસ્ટલ બેલેટથી મત આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારોને મતદાનમાં મદદ માટે તથા વધુને વધુ મતદાન કરવા માટે લોકોને પ્રેરણા મળે તથા પ્રોત્સાહન મળે તે માટે દિવ્યાંગતા ધરાવતા સિહોરના મનસુખભાઈ અને એમના પત્નીએ વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં ઘર બેઠા મતદાન કર્યું હતું ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન તા ૧ ડિસેમ્બર અને ગુરુવારના દિવસે યોજાનાર છે.

 

મતદાનની આ પ્રક્રિયા સવારે ૮:૦૦ કલાક થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી યોજાનાર છે ત્યારે સિહોરના દિવ્યાંગ શ્રી મનસુખભાઈ અને તેમના પત્નીએ આજે મતદાન કર્યું છે જેઓએ સર્વને મતદાન કરવાનું આહવાન કર્યું સિહોરનાં લોકોને અપીલ કરે છે કે તેઓ પોતાના ગામ, ફળીયા અને શહેરમાં વસવાટ કરતા તેમના મિત્રો અને તેમના પાડોશીઓને મતદાન માટે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે અને વધુ મતદાન થાય તેવા પ્રયત્નો કરીએ. મતદાન પર્વમાં સર્વને “મારો મત, મારી જવાબદારી” ના પ્રણ અંતર્ગત મનસુખભાઇએ સર્વ સિહોરવાસીઓને ભાગ લેવા અને અચૂક વોટ કરવા વિનંતી કરી હતી.

Continue Reading
Advertisement
error: Content is protected !!