Gandhinagar
અમદાવાદ – ગાંધીનગર આહીર સમાજ દ્વારા થનગનાટ -૨૦૨૨ વાર્ષિક રાસોત્સવ યોજાયો

૫૦૦૦ થી પણ વધારે આહીર સમાજ ભાઈઓ અને બહેનોએ રાસ – ગરબા મહોત્સવમાં ભાગ લીધો
અમદાવાદ – ગાંધીનગર આહીર સમાજ દ્વારા તારીખ ૧૫.૧૦.૨૦૨૨ ને શનિવારના રોજ ગણેશા પાર્ટી પ્લોટ ગાંધીનગર ખાતે રાત્રે ભવ્ય વાર્ષિક રાસ ગરબા મહોત્સવ થનગનાટ ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું શરદ પૂનમની પરંપરાગત ઉજવણીના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ગાંધીનગર ખાતે ૫૦૦૦ થી પણ વધારે સંખ્યામાં આહીર સમાજના ભાઈઓ અને બહેનો ભાતીગળ અને પારંપારિક પરિધાન સાથે ઉપસ્થિત રહ્યા હતા મન મૂકીને ગરબા રમ્યા હતા
આ મહોત્સવમાં નામાંકિત ગાયક કલાકાર બાબુ આહીર ( કચ્છ ) નિલેષ ગઢવીઝ તૃપ્તિ ગઢવી, જશુ આહીર , રાજુ આહીર, વગેરે ગરબાના તાલે ખેલૈયાઓને રાસ રમાડયા હતા સાથે મુખ્ય મહેમાનમાં સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર તેમજ અમદાવાદ – ગાંધીનગર શહેરમાં વસતા ઉચ્ચ સરકારી અધિકારીઓ સમગ્ર સરકારી કર્મચારી ગણ આહીર સમાજના ડી.વાય.એસપી , પીઆઇ , પીએસઆઇ તેમજ સમગ્ર પોલીસ પરિવાર સાથે ડોક્ટરો પ્રોફેસરો , શિક્ષકો પદાધિકારીઓ અને દાતાશ્રીઓ વગેરેએ હાજરી આપી હતી આ આયોજનને સફળ બનાવવા માટે શ્રી અમદાવાદ – ગાંધીનગર આહીર સમાજના પ્રમુખશ્રી ભીમશીભાઈ ખોડભાયા તેમજ તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી