Connect with us

Gujarat

બે વર્ષ બાદ કાર્તિકી પૂર્ણિમાનો ગીર સોમનાથ ખાતેનો મેળો યોજાશે : રાતે 11 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે

Published

on

after-two-years-the-kartiki-purnima-fair-will-be-held-at-gir-somnath-the-temple-will-remain-open-till-11-pm

ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે સોમનાથમાં કાર્તિકી પુર્ણિમાનો પ્રારંભ થશે. કોરોનાની મહામારીને કારણે બે વર્ષ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. 1955થી યોજાતા કાર્તિકી પૂર્ણિમાના મેળાનું બે વર્ષ બાદ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે પાંચ દિવસ સુધી સોમનાથ મંદિરને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લો રાખવાનો નિર્ણય પણ મંદિર ટ્રસ્ટ દ્રારા કરવામાં આવ્યો છે.

પાંચ દિવસ ખ્યાતનામ કલાકારોના કાર્યક્રમ
કાર્તિકી પૂર્ણિમાના મેળામાં મનોરંજનના સાધનો, ખાણી-પીણીના સ્ટોલ, બાળકો માટે રમકડાં, તેમજ અન્ય વેચાણ સ્ટોલ, ઇન્ડેક્ષ-સી વિભાગના હસ્તકલા અને ગૃહઉદ્યોગ જેવા આકર્ષક સ્ટોલ, જેલના કેદીઓના ભજીયાનો સ્ટોલ, સેલ્ફી પોઈન્ટસ, પંચદેવ મંદિર, તેમજ પ્રતિ દિવસ ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કાર્તિક પૂર્ણિમાની રાત્રે 1 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે
કાર્તિકી પૂર્ણિમાના મેળાના 5 દિવસ દરમિયાન સોમનાથ મંદિર રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. પૂર્ણિમાની રાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવશે. આ વર્ષે પૂનમની તિથિ તા. 7 અને 8 નવેમ્બર બન્ને દિવસે હોય, સોમનાથ મંદિર 7 અને 8 નવેમ્બરે રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

કાર્તિકી પૂર્ણિમા મેળાનું ધાર્મિક મહાત્મય
સોમનાથ જ્યોતિર્લિંગના આધ્યસ્થાપક ચંદ્રદેવ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ સોમનાથ જ્યોતિર્લિંગના શિખર પર આવે છે અને પોતાનો શીતળ પ્રકાશ વરસાવે છે. જેને અમૃત વર્ષા યોગ પણ કહેવામાં આવે છે. ચંદ્રદેવ સોમનાથ મહાદેવનો ધ્વજ દંડ અને ત્રિશૂળ તેમજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ એક જ હરોળમાં આવવાથી કાર્તિકી પૂર્ણિમાનો વિશેષ ધાર્મિક મહાત્મય છે. જેને કારણે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાનો મેળો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયો છે.

મેળામાં સીસીટીવી કેમેરાની સાથે પૂરતો પોલીસ બંદોબસ્ત
મેળામાં આવનાર માનવ મેદનીને ધ્યાને રાખીને 2 વ્હીલર ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ મંદિરના મુખ્ય માર્ગને વન-વે કરવામાં આવ્યો છે. તેમજ ત્રિવેણી સંગમથી બાયપાસ તરફ જતો રોડ માત્ર વાહન એક્ઝિટ માટે રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પોલીસ કંટ્રોલ રૂમ તેમજ વોચ ટાવર પણ લગાવાયા છે.

Advertisement
error: Content is protected !!