Bhavnagar
ગુજરાત વિધાનસભામાં વિજય બાદ ગુજરાતના સાંસદોનું દિલ્હીમાં સ્નેહમિલન યોજાયું

કુવાડિયા
ગુજરાત વિધાનસભામાં ભાજપનો પ્રચંડ વિજય દેશભરમાં ભાજપમાં જબરો ઉત્સાહ સર્જી ગયો છે અને તેમાં ગઈકાલે કેન્દ્રીય મંત્રી અને ગુજરાતમાંથી ચુંટાયેલા રાજયસભાના સાંસદ ડો. મનસુખભાઈ માંડવીયાએ ગુજરાતના લોકસભાના અને રાજયસભાના સાંસદો તેમજ દિલ્હીમાં ફરજ બજાવતા ગુજરાત કેડરના અધિકારીઓનું એક રાત્રી ભોજન સાથેનું સ્નેહમિલન યોજયું હતું
અને તેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ તેમજ સાંસદો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાજકોટના રાજયસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા પણ ઉપસ્થિત હતા અને તેઓએ અન્ય સાંસદોનું પણ અભિવાદન કર્યુ હતું.