Tech
જો તમે WhatsAppના ગ્રુપ એડમિન છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર જેલ જવું પડશે
WhatsApp ગ્રુપના એડમીન માટે આ માહિતી ખુબ જ મહત્વની છે. WhatsApp ગ્રૂપ એડમિન પાસે કેટલાક વધારાના વિશેષાધિકારો અને જવાબદારીઓ છે. જો આ સ્થિતિમાં કોઈ પણ ગ્રુપ પર કોઈ ખોટું કામ કરવામાં આવે તો તેને રોકવાની સંપૂર્ણ જવાબદારી વોટ્સએપ ગ્રુપ એડમિનિસ્ટ્રેટરની રહેશે.વોટ્સએપ ગ્રૂપના એડમિને ગ્રૂપમાં શેર કરી શકાય તેવા ફોટા, વીડિયો કે કન્ટેન્ટથી વાકેફ હોવું જોઈએ. જો તમે આવું ન કરો અને વોટ્સએપ ગ્રુપ કોઈ ખોટી પ્રવૃત્તિમાં સામેલ જણાય તો તમને જેલ થઈ શકે છે. તો ચાલો જાણીએ કઈ કઈ બાબતો છે જેનું વ્હોટ્સએપ ગ્રુપ એડમિને ધ્યાન રાખવું જોઈએ
રાષ્ટ્રીય વિરોધી સામગ્રી
WhatsApp ગ્રુપમાં રાષ્ટ્ર વિરોધી કન્ટેન્ટ શેર ન કરવું જોઈએ. આમ કરવાથી ગ્રુપ એડમિન અને કન્ટેન્ટ શેર કરનાર બંનેની ધરપકડ થઈ શકે છે. આ કિસ્સામાં, જેલ પણ થઈ શકે છે.
વ્યક્તિગત ફોટો અથવા વિડિયો
જો કોઈ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિનો અંગત ફોટો તેની સંમતિ વિના ગ્રુપ પર મૂકે છે અને ગ્રુપ એડમિન પણ તેના વિશે કંઈ કરતું નથી, તો આમ કરવાથી કન્ટેન્ટ શેર કરનાર અને એડમિનને જેલમાં ધકેલી શકાય છે.
હિંસા
જો તમે વોટ્સએપ પર કોઈને ધમકી આપો છો, તો તમારે લોક-અપમાં જવું પડી શકે છે. આ સિવાય કોઈપણ ધર્મ કે જાતિનું અપમાન તેમજ હિંસા કરવા પર જેલ પણ જવું પડી શકે છે.
અશ્લીલતા
જો WhatsApp ગ્રુપમાં કોઈપણ પ્રકારની અશ્લીલ સામગ્રી મોકલવામાં આવે છે અને ગ્રુપ એડમિન કોઈ કાર્યવાહી નહીં કરે તો તમને જેલ જવાથી કોઈ રોકી શકશે નહીં. આવી સામગ્રીને કોઈપણ રીતે પ્રમોટ કરવી કાયદાની વિરુદ્ધ છે.
ફેક ન્યુઝ
સરકાર ફેક ન્યૂઝથી બચવાની સલાહ પણ આપે છે અને ફેક ન્યૂઝ અને ફેક કન્ટેન્ટ પર પણ કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. થોડા સમય પહેલા નવો કાયદો બનાવવામાં આવ્યો હતો કે જે કોઈ પણ ફેક ન્યૂઝ ફેલાવે છે તેને જેલમાં જવું પડી શકે છે.
વ્યક્તિગત ફોટો અથવા વિડિયો