Sihor
સિહોર તાલુકાના ભાજપ સંગઠન દ્વારા ભાજપની બહુમતી માટે સક્રિય કામગીરી
પવાર
વિધાનસભાની આવેલી ચૂંટણી માટે સિહોર તાલુકા ભાજપ દ્વારા સક્રિય કામગીરી શરૂ રહી છે.સિહોર તાલુકાના વિસ્તારમાં વિધાનસભાની બે બેઠકો જોડાયેલી છે, જેમાં ભાવનગર ગ્રામ્ય તથા પાલિતાણા સિહોરની બેઠકો રહેલી છે.
ભાજપ તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી કાળુભાઈ ચૌહાણ સાથે મહામંત્રી શ્રી સુરેશભાઈ દવે તથા શ્રી વિજયસિંહ ચુડાસમાના સંકલન સાથે જિલ્લા તથા તાલુકાના હોદ્દેદારો આગેવાનોની સિહોર ખાતે મળેલી બેઠકમાં તમામ ગામો અને મતદાન મથકો માટે આચાર સંહિતાના પાલન સાથે કાર્યકરોએ વ્યવસ્થા ગોઠવી છે. ભાજપના ઉમેદવારોને બહુમતી માટે સંગઠન દ્વારા જવાબદારીની વહેંચણી સાથે આ રીતે સક્રિય કામગીરી ચાલી રહી છે.