Connect with us

Bhavnagar

આઈ બી ના રીપોર્ટ અનુસાર ગુજરાતમાં આપ ની સરકાર બનશે : કેજરીવાલ.

Published

on

According to the report of IB, AAP will form the government in Gujarat: Kejriwal.

આપ ની સરકાર બનશે તો ધારાસભ્યોને મળતું પેન્શન પણ બંધ કરવામાં આવશે : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને ભારત રત્ન આપો ; ગુજરાતમાં હવે લોકો નવા એન્જીન ની સરકાર રચવાની તૈયારીઓ કરી રહ્યા છે ; કેજરીવાલ

આ મહિનાના અંતમાં ગમે ત્યારે ગુજરાત વિધાનસભા-૨૦૨૨ની ચુંટણીની તારીખો જાહેર થઇ શકે તેવી શક્યતા છે ત્યારે આ ચુંટણીમાં ગુજરાતમાં આમઆદમી પાર્ટી એડીચોડીનું જોર લગાવી અત્યારથી જ ચુંટણી પ્રચારમાં લાગી છે. જેમાં આજે ભાવનગરના ચિત્રા વિસ્તારમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનની ઉપસ્થિતિમાં એક જંગી જાહેરસભા યોજાય હતી.

જેમાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. આમ આદમી પાર્ટી દ્વારા જો તેની આગામી ચુંટણીમાં ગુજરાતમાં સરકાર બનશે તો ફ્રી વીજળી-શિક્ષણ-આરોગ્ય સુવિધા વધુ સારી બનાવશે તેવી જાહેરાત અને લોકો માટે વધુ રોજગારીની તકો ઉભી કરશે તેમ જણાવ્યું હતું. આગામી દિવસોમાં વિધાનસભા-૨૦૨૨ ની ચુંટણી એટલે કે ચુંટણી યુદ્ધ યોજાનાર છે ત્યારે તમામ રાજકીય પક્ષો અત્યારથી ચુંટણી પ્રચારમાં લાગી ગયા છે.

According to the report of IB, AAP will form the government in Gujarat: Kejriwal.

ત્યારે આજે ભાવનગરના ચિત્રા ખાતે આમ આદમી પાર્ટીની એક જંગી જાહેરસભા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવતમાનની ઉપસ્થિતિમાં યોજાય હતી.આ સભાના પ્રારંભે આપ પાર્ટીના ઈશુદાન ગઢવીએ કહ્યું કે ચુંટણી યુદ્ધ કે જેમાં અમારે કૌરવોનો સામનો કરવાનો છે તેમ કહી ભાજપને કૌરવો ગણાવી અને આપ પાર્ટીને પાંડવો તરીકે ગણાવી અરવિંદ કેજરીવાલને કૃષ્ણ સાથે સરખાવ્યા હતા.

જયારે પોતાના ભાષણમાં અરવિંદ કેજરીવાલે મહારાજા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માંગને પ્રબળ બનાવતા કહ્યું કે દેશમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપી ભારતરત્નનું ગૌરવ વધારવું જોઈએ. જયારે આઈ.બી ના રીપોર્ટ મુજબ ગુજરાતમાં આપ પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે જેમાં હાલ ૯૩ થી ૯૫ સીટો આમ આદમી ની આવી રહી છે.

Advertisement

According to the report of IB, AAP will form the government in Gujarat: Kejriwal.

તેમ કહી કહ્યું જે હજુ વધુ સીટો આવે અને એક સ્થિર સરકાર રચી શકાય જેથી તેમને કરેલા વાયદા ઓ જેમાં ફ્રી વીજળી-સારા શિક્ષણ માટે સારી શાળાઓ-મફત આરોગ્ય સેવાઓ-વિવિધ આંદોલનોમાં લોકો સામે થયેલા ખોટા કેસો પરત ખેંચવા તેમજ હાલ જે સરકારી કચેરીઓમાં નાના કામો માટે આટાફેરા કરવા પડે છે અને રૂપિયા આપ્યા વગર કામો નથી થતા તેને બદલે હવે કચેરીના અધિકારીઓ તમારા ઘરે આવી અને તમારા કામો પૂર્ણ કરી જશે એવી ગોઠવણ કરવામાં આવશે.

તેમજ ધારાસભ્યોને મળતું પેન્શન પણ બંધ કરવામાં આવશે. ગુજરાતના લોકોને અયોધ્યા ખાતે તૈયાર થઇ રહેલા રામ મંદિરના દર્શન માટે સરકાર તરફથી લઇ જવામાં આવશે.૧૮ વર્ષથી ઉપરની મહિલાઓ માટે દર મહીને ૧૦૦૦ રૂ. તેના ખાતામાં નાખવામાં આવશે તેમજ બેરોજગારોને માસિક ૩૦૦૦ રૂ. ચુકવવામાં આવશે.તેમજ પેપર ફૂટવાની ઘટના માં વર્ષ ૨૦૧૫ થી તપાસ હાથ ધરી દોષિતોને ૧૦ વર્ષ માટે જેલ પાછળ મોકલી દેવામાં આવશે આમ કહી કહ્યું કે હાલ ભલે ગુજરાતમાં શાસન ડબલ એન્જીન ની સરકાર હોય પણ હવે ગુજરાત ના લોકો નવા એન્જીન ની સરકાર રચવા તૈયારી કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું.

error: Content is protected !!