Connect with us

Bhavnagar

ભાવનગરની નિજાનંદ પરિવાર દ્વારા ભગવાન સત્યનારાયણની કથા દ્વારા દરિદ્વનારાયણ સુધી પહોંચવાની અનોખી સેવા

Published

on

A unique service to reach the poor through the story of Lord Satyanarayana by the Nijananda family of Bhavnagar.

લોકોના દુઃખ દર્દ દૂર કરવાં માટે વ્યક્તિએ વ્યક્તિએ અને સંસ્થાએ સંસ્થાએ જુદી રીતે પ્રયાસ થતાં હોય છે. કોઇ એક પાસેથી મેળવી બીજા પાસે પહોંચતું કરવાની સેવા કરે છે. તો કોઇ ગુપ્ત રીતે દાન કરીને પરોપકારનો ધર્મ નિભાવે છે. તો કોઇ એક પાસેથી મેળવીને બીજાને મોકલી સેવાનું માધ્યક બને છે.

આપણે એક એવી સંસ્થાની વાત કરવી છે જેની પરોપકાર કરવાની અનોખી રીત છે. આ સંસ્થા પરિવારરૂપે કાર્ય કરે છે. આ સંસ્થામાં કોઇ પ્રમુખ નથી તો કોઇ ચેરમેન નથી. આ સંસ્થાનું નામ ’નિજાનંદ પરિવાર’ છે.

ભાવનગરની જાણીતી એવી સેવાકીય સંસ્થા, નિજાનંદ પરિવાર દ્વારા ભગવાન સત્યનારાયણની કથા દ્વારા દરિદ્વનારાયણ સુધી પહોંચવાની અનોખી સેવા કરવામાં આવી રહી છે. આ માટે આ પરિવારના સભ્યો જે તે વ્યક્તિના ઘરે જઇને સત્યનારાયણની કથા કરે છે અને ત્યાંથી જે દાન-દક્ષિણા અને આવક મળે છે તેનો ઉપયોગ જિલ્લાના જરૂરિયાતમંદ લોકોની સેવા માટે કરવામાં આવે છે.

આ રીતે કથા દ્વારા સામાન્ય અને અદના માનવીની વ્યથા દૂર કરવાનું માધ્યમ સત્યનારાયણની કથાને બનાવીને લોકોના દૂઃખમાં ટેકો આપવાનું કાર્ય કરી રહી છે. આ દ્વારા પરોપકારની એક અનોખી ધૂણી આ સંસ્થાએ ધખાવી છે.

પરોપકારી કાર્યોની અનેરી પહેલ કરીને આ સંસ્થા ભગવાન સત્યનારાયણની કથા, રામ દરબાર, લોક ડાયરાની આવકમાંથી કેન્સર પીડિત વિધવા, માનસિક અપંગોને સહાય અને કરિયાણાની કીટ આપવામાં કરે છે.
આ સેવા સંસ્થાના શ્રી અનિલભાઇ પંડિતે ગણેશ ઉત્સવમાં ભાવનગરની ન્યૂ ઋષિરાજ નગર, ગાયત્રી નગર સોસાયટીઓમાં ભગવાન સત્યનારાયણની કથા કરાવીને નિજાનંદ પરિવારને મદદરૂપ બન્યાં હતાં.

Advertisement

વર્ષઃ ૨૦૧૫ થી નાત-જાતના ભેદભાવ વગર સેવાકીય કાર્યો કરતી ભાવનગરની નિજાનંદ સંસ્થા ૨૮૦ સભ્યો ધરાવે છે. જે અમેરિકા થી માંડી મુંબઈ, અમદાવાદ, રાજકોટ થી લઈને ભાવનગરના નાનામાં નાના ગામડા સુધીના લોકો તેની સાથે એક કે બીજી રીતે જોડાયેલાં છે.

આ સંસ્થા દ્વારા દર માસે નિરાધાર, કેન્સર પીડિત, વૃદ્ધ, વિધવા, માનસિક અપંગને કોઇપણ નાત-જાતના ભેદભાવ વગર ઘર બેઠાં ભાવપૂર્વક માસિક કરિયાણાની કીટ આપવામાં આવે છે.

આ ઉપરાંત પાંચ એવાં બાળકોને શિક્ષણમાં મદદ કરે છે કે જેનાં પિતાજી નથી અને શિક્ષણમાં તકલીફ પડે છે.

આ સંસ્થા દ્વારા દેવગાણા, રાજપરા, નેસડા, વરતેજ, કમળેજ, ભાવાગઢ, ગારીયાધારમાં અનાજની કીટોનું દર માસે વિતરણ કરવામાં આવે છે.

આ સંસ્થામાં તમામ જ્ઞાતિના લોકો છે. આ સંસ્થામાં કોઈ પ્રમુખ નથી. દર માસે આવક-જાવકનો પારદર્શક હિસાબ ગૃપમાં મૂકવામાં આવે છે. આ સંસ્થાના લોકો સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે સેતુરૂપે જોડાઇને ભગવાન રામની ખીસકોલી બની ’સેવાનો સેતુ’ બનવાનું અનુપમ કાર્ય કરી રહ્યું છે.

Advertisement

નિજાનંદ પરિવારને મદદરૂપ થવાં સમાજના અન્ય લોકો પણ જોડાવું જરૂરી જેથી કરીને મદદનો હાથ ઘણે દૂર સુધી ફેલાવી શકાય.

ભગવાન સત્યનારાયણની કથા, રામ દરબાર, લોકડાયરો કરીને જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ થવાનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે. ચાલોને… થોડું માણસ-માણસ રમીએ…. કોઈકના મુસ્કાનનું કારણ બનીએ…..
——-
-સુનિલ પટેલ

Continue Reading
Advertisement
error: Content is protected !!