Sihor
સિહોર કોર્ટ સંકુલમાં વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો
Pvar
વિશ્વ પર્યાવરણ દિન નિમિતે સિહોર કોર્ટ સંકુલમાં વૃક્ષારોપણ
વૃક્ષારોપણ કરવુ એ સાંપ્રત સમયમાં ખુબજ આવશ્યક બન્યુ છે.કોરોનાની લહેરમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નહિ મળતા અનેક લોકોએ પોતાનો કિંમતી જીવ ગુમાવવો પડ્યો હતો.
ઓક્સીજનની માત્રામાં નોંધપાત્રો વધારો થાયએ માટે ગુજરાત રાજ્ય અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ હેઠળ વૃક્ષારોપાણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વિશ્વ પર્યાવરણ દિન નિમિતે સિહોર કોર્ટના સંકુલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં સિહોર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડી.ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ શ્રી ડો.રાકેશ પરિયાણી સાહેબ, તથા માન. શ્રી એસ.જે. ઠક્કર સાહેબ, દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ આ કાર્યક્રમ નું આયોજન તાલુકા કાનુની સેવા સમિતિ સિહોરના સેક્રેટરી કવિતા આર. મકવાણાએ સાંભળેલ.
આ ઉપરાંત કોર્ટના બાર એસોસિયેશન તમામ ધારાશાસ્ત્રીઓ સિહોર કોર્ટ સ્ટાફ સિહોર કોર્ટના કાર્યરત મેમ્બર હરીશભાઈ પવાર, આનંદભાઈ રાણા, રાજુભાઈ આચાર્ય, કેશુભાઇ સોલંકી, ડૉ.શ્રીકાંત દેસાઈ, અંતુભાઈ પરમાર, ભાવેશભાઈ તેમજ ફોરેસ્ટ ઓફિસર, અને ફોરેસ્ટ સ્ટાફના સહકાર થી આ કાર્યકમ સહભાગી બન્યા હતા.