Sihor
સિહોરના ધ્રૂપકા પ્રાથમિક શાળાના શિક્ષકે તેમના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી સ્પર્ધાનું આયોજન કર્યું
એક પ્રયોગ છે, પણ સાવ નવો જ છે, શાળાના વિદ્યાર્થીઓના અક્ષર સુધરે તે માટે
સિહોરના ધ્રૂપકા પ્રાથમિક શાળાના શિક્ષકે તેમના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી સ્પર્ધાના આયોજન કર્યું
શાળાનું શિક્ષણ કઈ રીતે સુધરે તે બાબત ફરજ પરના શિક્ષકો પર વધુ આધાર છે, શિક્ષણ તો શાળામાં જનાર બધાને જ મળે છે, પણ ધ્રુપકા ગામની પ્રાથમિક શાળા વિશેષ એટલા માટે છે ત્યાં અભ્યાસ કરતા પ્રત્યેક બાળકોની કેળવણીની ચિંતા કરાઈ રહી છે અહીં ફરજ પરના શિક્ષક શૈલેન્દ્રસિંહનો જન્મ દિવસ હતો જેઓએ બાળકના અક્ષર સુધરે માટે ચિંતા કરી એક સ્પર્ધાનું આયોજન કર્યું જેમાં બાળકોને ઇનામો પણ આપવામાં આવ્યા હતા ધ્રુપકા પ્રાથમિક શાળાના શિક્ષક શૈલેન્દ્રસિંહ ગોહિલ તેમના જન્મદિવસે ગુજરાતી ભાષામાં બાળકોના અક્ષર સારા થાય તે માટે એક સુંદર લેખન સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં ધોરણ ત્રણ થી પાંચ ના બાળકોને ટુ લાઈન પેજ અને પેરેગ્રાફ તથા ધોરણ 6 થી 8 ના બાળકોને પ્રોજેક્ટ પેપર અને એક પેરેગ્રાફ આપવામાં આવ્યું હતું.
જેમાં તેમને આ પેરેગ્રાફ લખવાનો હતો આ સ્પર્ધામાં ધોરણ ત્રણ થી આઠ ના ત્રણસો જેટલા બાળકોએ ભાગ લીધો હતો ભાગ લેનાર સૌ બાળકોને શૈલેન્દ્રસિંહ ગોહિલ દ્વારા દરેક બાળકોને બોલપેન પ્રોત્સાહન ગિફ્ટ રૂપે આપવામાં આવી હતી સાથે દરેક ધોરણમાંથી સારા અક્ષર કાઢનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધોરણ ત્રણ થી પાંચમાં ટોપ 3 અને ધોરણ 6 થી 8 માં ટોપ થ્રી વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતી ભાષામાં બાળકોના અક્ષર ખૂબ જ ખરાબ હોવાથી તેમને આ વિચાર આવ્યો હતો તેમને બાળકોના અક્ષર સુધરે તે માટે આ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. સ્પર્ધાના આયોજન અને નિર્ણયમાં શાળા પરિવારે તેમને સાથ સહકાર પૂરો પાડ્યો હતો.