Connect with us

Gujarat

દેશમાં સર્વાધિક કપાસ પકવતા સૌરાષ્ટ્રના કાપડ ઉદ્યોગમાં મંદી

Published

on

A slowdown in the textile industry of Saurashtra, the largest producer of cotton in the country

બરફવાળા

કપાસની કિંમત વધારતી કાપડ મિલો નહીવત્ ટેક્સટાઈલ્સ ઝોનની જરૂર, કપાસ ઘટતા કપડાંના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો ઘટાડો, રાજ્યમાં ૭૦થી ૮૦ લાખ લોકોને કાપડ ઉદ્યોગથી રોજી

ગુજરાતમાં ઈ.સ.૨૦૨૨-૨૩ના વર્ષમાં કપાસનું ઉત્પાદન વિક્રમસર્જક ૧૦૦ લાખ ગાંસડીને પાર થયું છે અને હાલ ખરીફ સીઝનમાં ગુજરાતમાં રેકોર્ડબ્રેક ૨૬.૭૬ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે જેમાં ૧૯.૧૧ લાખ હેક્ટર વાવેતર માત્ર સૌરાષ્ટ્રમાં છે. દેશમાં સર્વાધિક કપાસ પકવતા સૌરાષ્ટ્રમાં કપાસમાંથી બનતા કોટન અને કપડાંની માર્કેટ ધમધમધવાને બદલે આજે કાપડ ઉદ્યોગના સૂત્રો અનુસાર મંદી વર્તાઈ રહી છે. યાર્ડમાં કપાસના ભાવ રૃ।.૧૪૦૦થી ૧૫૦૦ પ્રતિ મણના રહ્યા છે જે ગત વર્ષથી રૃ।.૫૦૦થી ૧૩૦૦ જેટલા નીચા છે અને આ ભાવ ઘટવાની સાથે તૈયાર વસ્ત્રોના ભાવમાં પણ ૧૦થી ૧૫ ટકાનો ઘટાડો થયો છે છતાં હાલ કાપડ ઉદ્યોગ મંદીમાં છે અને વેપારીઓ જન્માષ્ટમી તહેવારોથી રાહત મળવાની આશા સેવે છે.

A slowdown in the textile industry of Saurashtra, the largest producer of cotton in the country

રાજકોટ હોલસેલ ટેક્સટાઈલ્સ મરચન્ટ એસો.ના પ્રમુખ હિતેષ અનડકટે જણાવ્યા મૂજબ રાજકોટમાં આશરે ૫૦૦૦થી વધુ દુકાનોમાં આશરે એક લાખ સહિત રાજ્યમાં ૭૦થી ૮૦ લાખ લોકો કાપડના વેપાર,ઉદ્યોગથી રોજી મેળવે છે. પરંતુ, હાલ માલનો ભરાવો જણાય છે અને માંગ ઘટી છે. બીજી તરફ સરકારી સૂત્રો અનુસાર દેશમાં વર્ષે આશરે ૩૬૫ લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થાય છે. રાજ્ય સરકારના કૃષિ વિભાગ અનુસાર ગુજરાતમાં છેલ્લા અંદાજ મૂજબ ૧૦૦ લાખ ગાંસડી (પ્રતિ ૧૭૦ કિલો)નું ઉત્પાદન થયું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના કપાસ ઉત્પાદનમાં સૌરાષ્ટ્રનો ફાળો ૭૦ ટકા આસપાસ રહ્યો છે. આ સ્થિતિમાં પણ સૌરાષ્ટ્રમાં કાપડ મિલો વિકસી નથી. જો સરકાર ટેક્સટાઈલ્સ ઝોનને ઉત્તેજન આપે તો સૌરાષ્ટ્રમાં ખેડૂતોથી માંડીને ફેશન ડિઝાઈનર સહિત તમામને ફાયદો થાય તેમ છે. આ માટે વેપારી સંગઠનોએ અનેકવાર રજૂઆતો પણ કરી છે અને સરકારે પણ તેનો સૈધાંતિક સ્વીકાર કર્યો છે. ખાસ કરીને કપાસનું ઉત્પાદન આ વર્ષના અંતે પણ મબલખ થવાની પૂરી શક્યતા છે અને વિદેશોની માંગ ઓછી રહે અને સ્થાનિક માર્કેટ પણ મજબૂત ન બને તો ખેડૂતોથી માંડીને વેપારીઓને ભાવ મેળવવામાં મૂશ્કેલી થઈ શકે છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!