Connect with us

Gujarat

વાવાઝોડાથી થઇ હતી લોકડાઉન જેવી સ્થિતિ : ઉદ્યોગ – ધંધા બંધ થતા : રોજનું ૫૦૦ કરોડનું નુકસાન

Published

on

A situation like lockdown was caused by the storm: Industry - business stopped: daily loss of 500 crores

બરફવાળા

સૌથી વધુ નુકસાન કચ્‍છને : ૬૭ ટ્રેનો રદ્દ : ફલાઇટો કેન્‍સલ : બંદરો અને મીઠાનું કામકાજ ઠપ્‍પ : માછીમારો – બંદરો પર કામ કરનારા અને ઓઇલ રિંગ્‍સમાં કામ કરનારાની આજીવિકાને અસર : ધાર્મિક સ્‍થળો ખાલીખમ : બુકિંગ ધડાધડ કેન્‍સલ થયા : વાવાઝોડાને કારણે સોમનાથ – દ્વારકા જેવા ‘ધાર્મિક ટુરીઝમ’ને જબરો ફટકોઃ હોટલ – ટ્રાવેલને ૧૫ કરોડનું નુકસાન

અરબી સમુદ્રમાં એક શક્‍તિશાળી વાવાઝોડું બિપરજોય ચક્રવાત આજે એટલે કે ગુરુવારે ગુજરાતના કચ્‍છના દરિયાકાંઠે ત્રાટકશે. આ વાવાઝોડું કચ્‍છના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. આ દરમિયાન વાવાઝોડાની ઝડપ ૧૫૦ કિમી પ્રતિ કલાકની રહેશે. ચક્રવાતી વાવાઝોડાને જોતા ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્‍છના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે. આ વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્‍તારોમાં ભારે વિનાશની આશંકા છે. બિપરજોયને કારણે અર્થતંત્રને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ વિસ્‍તારોમાં તમામ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ઠપ્‍પ થઈ ગઈ છે. વાવાઝોડાને જોતા સમગ્ર વિસ્‍તારને ખાલી કરાવવામાં આવ્‍યો છે. ઔદ્યોગિક પાવર હાઉસ તરીકે ઓળખાતા કચ્‍છને ત્‍યાં સદંતર બંધ છે. રેલવેની ૬૭દ્મક વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. એરલાઈન્‍સ બંધ કરી દેવામાં આવી છે. આ ચક્રવાતી તોફાનના કારણે દરરોજ ૫૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થઈ રહ્યું છે. ચક્રવાતી તોફાન બિપરજોયની મહત્તમ અસર કચ્‍છના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં જોવા મળી રહી છે.

A situation like lockdown was caused by the storm: Industry - business stopped: daily loss of 500 crores

કચ્‍છમાં ૩૫૭ થી વધુ ઉદ્યોગો અને કારખાનાઓ છે, જયાં આ વાવાઝોડાના કારણે કામકાજ સંપૂર્ણપણે બંધ છે. કચ્‍છમાં ૬.૫ લાખ કરોડના ટર્નઓવર સાથે ઘણી મોટી કંપનીઓ અને ૬૭૦૦ MSME સહિત ૩૫૭ મોટા ઉદ્યોગો છે. આ વાવાઝોડાને કારણે સમગ્ર વિસ્‍તારને ખાલી કરાવવામાં આવ્‍યો છે. જેના કારણે તમામ ઉદ્યોગો અને વ્‍યવસાયો બંધ છે. ઔદ્યોગિક ગતિવિધિઓ બંધ થવાને કારણે દરરોજ લગભગ ૪૦૦-૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ વાવાઝોડાના કારણે દેશના બે સૌથી મોટા બંદર કંડલા પોર્ટ અને મુન્‍દ્રા પોર્ટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્‍યા છે. પોર્ટ પર કામકાજ બંધ થવાને કારણે અહીં પરિવહન માટે રાહ જોવાનો સમયગાળો ૨ દિવસથી વધીને ૧૫ દિવસ થઈ ગયો છે. બંદર ઉપરાંત અહીંના મીઠાના ઉત્‍પાદનના ઉદ્યોગોને ભારે નુકસાન થયું છે. મીઠાના ઉદ્યોગો માટે આ સિઝન પીક સિઝન છે. આ સિઝનમાં ત્‍યાં દરરોજ ૨૦ લાખ ટન મીઠાનું ઉત્‍પાદન થાય છે, પરંતુ આ વાવાઝોડાને કારણે ધંધો ઠપ થઈ ગયો છે. ત્‍યાંના દરિયાકાંઠાના વિસ્‍તારોમાંથી કામદારોને બહાર કાઢવામાં આવ્‍યા છે. અને બીજી ચિંતા છે. કંડલા અને મુન્‍દ્રા બંદરો પર ઘણા કેમિકલ ટેન્‍કરોમાં બંધ છે. વાવાઝોડામાં આ કેમિકલથી નુકસાન થવાની સંભાવના છે.

Advertisement
error: Content is protected !!