Sihor
સિહોર પથીકાશ્રમ ખાતે ICDS હોલમા મહિલા સ્વરાજ્ય મંચ અને આનંદી સંસ્થાના બહેનો દ્વારા મહિલા પંચાયત જાગૃતિ અંગેની સાધારણ સભાનું આયોજન થયું

પવાર
સિહોર ગ્રામ્યની બહેનોમાં જાગૃતિ આવે અને તેનામાં રહેલું કૌશલ્ય દ્વારા પોતાનું કામ કઇ રીતે કરાવી શકાય તે બાબતે મહિલાઓની ઉપર થતાં અત્યાચાર જેમ કે મહિલાઓની જાતીય સતામણી , પંચાયતમાં મહિલાઓને અગ્રતા આપી, ગુજરાતમાં ખુલ્લેઆમ વેચાતો દારૂ તેના માટે પણ જવાબદાર, મહિલાઓ ઉપર થતા અત્યાચાર રોકવા ગ્રામ્ય વિસ્તારમાં મહિલા સુરક્ષા સમિતિ બનાવી વગેરે મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા અને માર્ગદર્શન આપવામા આવ્યું. આ કાર્યક્રમમાં ખાસ તો દારૂ ઉપર વધારે પ્રમાણમાં ભાર મૂકવામાં આવેલ તેમજ મહિલાઓ દ્વારા વિવિધ ગામોમાં વેચાતા દારૂ અંગે ખૂબ જ ભાર આપવામાં આવ્યો જો ગુજરાતમાં વેચાતો દારૂ બંધ થાય તો મહિલા સશક્તિકરણની સરકારની જે યોજનાઓ છે તેનો લાભ મહિલાઓને મળી શકે.
દારૂથી પાયમાલ થયેલા કેટલાય કુટુંબો વેર વિખેર થઈ જવા પામેલ છે ત્યારે મહિલાઓએ દારૂ બાબતે કરેલા આક્ષેપો સાંભળીએ અને દારૂથી લોકોને કેટલું નુકસાન થાય છે તે બાબતે સરકાર શ્રી એ ગંભીરતાપૂર્વક નોંધ લઇ વહેલી તકે દારૂ બંધ થાય તે બાબતે વિચારવું જોઈએ જેથી આ મહામૂલી જિંદગી જિંદગીઓ ધૂળ ધાણી થતી અટકી જાય. અને નાનું કુટુંબ સુખી કુટુંબ બનીને રહે તે માટે લોકહિતમાં સરકારે ગુજરાતમાં દારૂબંધી થવી જોઈએ. જો મહિલાઓ દ્વારા આ આ અભિયાન ઉપાડવામાં આવશે તો ઠેર ઠેર હલ્લા બોલના કાર્યક્રમો થશે તેમાં શંકા નહી કોઈ સ્થાન નથી .