Sihor
સિહોરના સર ગામે આવેલ વડવાળા મેલડી માતા મંદિર તરફ જવાના માર્ગોને સત્વરે બનાવવા મુખ્યમંત્રી સુધી રજુઆત
દેવરાજ
સર ગામે ભુરિયા વડવાળા મેલડી માતાજીનું મંદિર આવેલું છે, જે ભક્તોમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર રહેલું છે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તા અંગેની તપાસ કરાવી સત્વરે રસ્તો બનાવવા અંગે દેવલ રાઠોડ દ્વારા મુખ્યમંત્રી સુધી રજુઆત
સિહોર તાલુકાના સર ગામે ભુરીયા વડવાળા મેલડી માતાજીનું મંદિર આવેલ છે જે મંદિરે સિહોર તાલુકાના તેમજ આજુ બાજુના ત્રણ તાલુકાના હજારો ભાવિભકતો માતાજીના દર્શનાર્થે આવે છે અને માતાજી પ્રત્યે અતુટ શ્રધ્ધા ધરાવે છે સિહોર તાલુકાના સર ગામે ભુરીયા વડવાળા મેલડી માતાજીનું મંદિર આવેલ છે તે મંદિરે જવા માટે અલગ અલગ ત્રણ રસ્તાઓ આવેલા છે જેમાં સિહોર થી ટાણા તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર થઈને સર,કનાડ, ખારી થઈને મઢડા તરફ જવાના મુખ્ય માર્ગને અડીને માતાજીનું મંદિર આવેલ છે જે મુખ્ય માર્ગની હાલત હાલ ખુબજ દયનીય બનેલ છે જે માર્ગ ઉપર માલઢોર સરખી રીતે ચાલી શકે તેમ નથી તે માર્ગ ઉપર શ્રદ્ધાળુઓ પોતાનું વાહન લઈને જવા મજબુર બન્યા છે માતાજીના દર્શને લોકો પોતાના પરિવાર સાથે જતા હોય છે ત્યારે તે માર્ગ ઉપર વાહન ચલાવવું ખુબજ ભયજનક બની ગયેલ છે તેવામાં અવારનવાર આ માર્ગ ઉપરથી વાહન પાછળ બેઠેલી મહિલાઓ તથા તેમની સાથે રહેલા નાના બાળકો પડી જતા હોય છે અને તેઓને ગંભીર ઈજા થતી હોય છે.
આવી ઘટનાઓ અટકાવવા તથા શ્રદ્ધાળુંઓ ને માતાજીના દર્શને જવા માટે રસ્તા અંગેની સારી વ્યવસ્થા મળી રહે તે માટે આ મુખ્ય માર્ગ સત્વરે રીપેરીંગ કરવો અથવા નવો બનાવવો અનિવાર્ય છે. ઉપરોક્ત જણાવેલ માર્ગ સિહોર તાલુકાના તેમજ પાલીતાણા તાલુકાના ઘણા બધા ગામોને જોડતો માર્ગ છે જેવા કે સિહોર થી ટાણા જવાના મુખ્ય માર્ગથી આ માર્ગ
સર,કનાડ,ખારી,સખવદર,કાજાવદર,જાંબાળા,મઢડા,ચંડોળા,બુઢણા, ટોડા,ટોડી,માલવણ,વાવડી,રાજપરા તેમજ ભારાટીંબા થઈને સોનગઢ થી પાલીતાણા જવાના મુખ્ય માર્ગ ને અડે છે જ્યાંથી લોકો સીધા પાલીતાણા જઈ શકે છે આટલા બધા ગામોને જોડતો મુખ્ય માર્ગ ખરાબ અને દયનીય હાલતમાં હોય તો તેને રીપેરીંગ કરવો અથવા રસ્તો નવો બનાવવો જરુર્રી છે. માર્ગ અને મકાન વિભાગ સિહોર વિભાગ પાસે સત્વરે રસ્તા અંગેની તપાસ કરાવી જરૂર જણાયે માર્ગ સત્વરે સરખો બનાવવા યોગ્ય હુકમ કરવા ભુરીયા વડવાળા મેલડી માતાજી સમગ્ર શ્રદ્ધાળુંઓ વતી દેવલ રાઠોડ દ્વારા મુખ્યમંત્રી સુધી રજુઆત કરી યોગ્ય કરવાની માંગ કરી છે.