Sihor
સિહોર સહિત જિલ્લાના હીરા ઉદ્યોગમાં મંદીથી બેરોજગારીની લટકતી તલવાર

દેવરાજ
ખેતી,પશુપાલન અને હિરાના વ્યવસાય પર નભતા લોકો, હીરા ઉદ્યોગમાં મંદીને કારણે પિસાઇ રહ્યો છે મધ્યમ વર્ગ : સરકાર પ્રોત્સાહન આપે, સિહોર, પાલિતાણા, ગારિયાધાર, સહિતના પંથકમાં હીરા ઉદ્યોગમાં મંદીને કારણે સતાવી રહ્યો છે મધ્યમ વર્ગના લોકોને રોજગારીનો પ્રશ્ન
ભાવનગર જિલ્લામાં ખેતી, પશુપાલન અને હીરા ઉદ્યોગ મુખ્ય વ્યવસાય છે જયારે અનિયમિત વરસાદથી ખેતીવાડીમાં મુશ્કેલી આવે ત્યારે લોકો હિરાના વ્યવસાયમાં વધુ જોડાય છે આમ પણ ખેતી પછી રોજગારી આપતો કોઇ વ્યવસાય હોય તો તે હીરા ઉદ્યોગ છે પરંતુ હાલમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હોય લોકો ખેતી તરફ વળ્યા છે તો કેટલાક કારીગરો અન્યત્ર શહેર તરફ સ્થળાંતર કરી રહયાં છે. પાલીતાણા તાલુકામાં રોજગારી માટેનો સૌથી મોટો ઉદ્યોગ હોય તો તે છે હીરા ઉદ્યોગ. તાલુકાભરમાથી અંદાજે 25,000 જેટલા રત્ન કલાકારો હીરા ઉદ્યોગ થકી પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહેલ છે ત્યારે સરકાર દ્વારા આ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા પગલાં ભરવાની દિશામાં આગળ વધવું જોઈએ.
તાલુકામાં ખેતી ભાંગતી જાય છે ગ્રામ્ય પ્રજા ગામડા છોડી શહેર તરફ પ્રયાણ કરી રહેલ છે. ગામડાના યુવાનો રોજગારી અર્થે વધુમાં વધુ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.કાચામાલનો ભાવ વધારે છે જ્યારે તૈયાર માલના ઓછા ભાવ આવે છે તેમજ ઉપરથી પેમેન્ટ પણ મોડું આવી રહ્યું છે. થોડા વર્ષો પહેલા જે હીરા ઉદ્યોગમાં ચાલતા થતી તે અત્યારે ગાયબ થઈ ગયેલ છે.હીરા ઉદ્યોગમાં પાલીતાણા પંથકમાં 15000 પુરુષ અને 5000 મહિલાઓ જોડાયેલ છે 1985 થી 1995 સુધી હીરા ઉદ્યોગનો કેટલો રહેલ હતો કે ગામડામાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકોની જાહોજલાલી હતી હાલમાં સ્થિતિ સાવ જુદી જ નિર્માણ પામેલ છે.
સિહોરમાં ખેતી પછી હિરા ઉદ્યોગ મુખ્ય વ્યવસાય
સિહોર પંથકમાં હીરા ઉદ્યોગમાં મંદીને કારણે રોજગારી પર માઠી અસર પડી છે.મોંઘવારી દિન-પ્રતિદિન માઝા મૂકી રહી છે. બીજી તરફ રોજગારીની સમસ્યા પણ એટલી જ છે. ગ્રામ્ય લેવલે ખેતી, પશુપાલન અને હીરા ઉદ્યોગ આ ત્રણ વ્યવસાયો ઉપર મોટાભાગે લોકો નભતા હોય છે. સિહોરના મોટાભાગના ગામોમાં ઘરના એકાદ સભ્ય હીરા ઉદ્યોગ સાથે જોડાયેલ હોઇ