Gujarat
અમરેલીના વડાલમાં દુર્લભ સફેદ મોર જોવા મળ્યા
આપણા ગુજરાતમાં અનેક એવા સ્થળો આવેલા છે જ્યાં પ્રકૃતિ સોળેકળાએ ખેલેલી છે. પ્રકૃતિની સાથે સાથે અહીં વન્ય પ્રાણીઓ પણ વસવાટ કરી રહ્યાં છે, જેને જોવા એક લ્હાવો છે . આવો જ એક સુંદર જંગલ વિસ્તાર અમરેલીની ફરતે આવેલો છે. અમરેલીના સાવરકુંડલા તાલુકામાં આવેલા નોર્મલ રેન્જ વિસ્તારમાં આવેલા ફોરેસ્ટમાં દુર્લભ એવા સફેદ મોર જોવા મળતાં આસપાસના લોકોમાં કુતુહલ જોવા મળ્યું છે. આ સફેદ મોર વડાલ બીડમાં નજરે પડ્યા હતા.
મોર અહીં વડાલ વન વિભાગ નું ઘાસ નું ગોડાઉન આવેલુ છે ત્યાં આ મોર જોવા મળ્યો હતો. જે મોરની તસ્વીર અહીં સાવરકુંડલાના રાઉન્ડ ફોરેસ્ટર યાસીન જુણેજા દ્વારા લેવામાં આવી હતી . અહીં આ અધિકારી જ્યારે રાઉન્ડ પર હતા ત્યારે અચાનક તેમની નજર આ સફેદ મોર પર પડી અને તેઓ ચોકી ઉઠ્યા હતા. અને તુરંત તેઓએ પોતાના કેમેરામાં આ સફેદ મોરની તસવીર લીધી હતી ત્યારે ભાગ્યે જ સફેદ મોર ઓવા મળે છે અને આ અતિ દુર્લભ કહી શકાય . કારણકે આ પુરા ડિવિઝનમાં અહીં જ આ સફેદ મોર છે જે અતિ દુર્લભ છે.
પ્રાથમિક તારણ મૂજબ આ સફેદ મોર માદા હોવાનું અનુમાન છે. આ વિસ્તારમાં ઘણા મોર છે. ત્યારે હાલ અહીં સફેદ મોર જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં પણ આનંદ છવાયો હતો. તો આસપાસના લોકોમાં પણ આ મોરને લઇને ભારે કુતુહલતા જોવા મળી રહી છે.