Bhavnagar
કાલના પરિણામની સંપૂર્ણ સચોટ આગાહી કરે તેને રૂપિયા પ.પ૧ લાખનું ઇનામ

કુવાડિયા
- પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા હેમાંગ રાવલનો ખૂલ્લો પડકાર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા હેમાંગ રાવલ જણાવે છે કે ૨૦૧૭માં એકપણ ઓપીનિયન પોલ દ્વારા સચોટ આગાહી કરવામાં આવી ન હતી, ૧૧૨ થી ૧૩૦ , ૯૯ થી ૧૨૦ એવી આગાહી એ જ પોતાને પોતાના પોલમાં ભરોસો નથી એ સાબિત થાય છે. સેમ્પલ સાઈઝ કે એના ડેટા વિશે મોટા ભાગે કોઈ સચોટ માહિતી પણ આપતા નથી હોતા. ચેલેન્જ એટલા માટે આપવામાં આવી છે જનતા ભરમાય નહિ. ગુજરાત રાજ્ય વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ ના સચોટ પરિણામની જે કોઈપણ આગાહી કરશે ભલે તે કોઈ વ્યક્તિ હોય કોઈ પક્ષના પદાધિકારી હોય કોઈ પ્રચાર માધ્યમ હોય અથવા તો કોઈપણ સર્વેની એજન્સી હોય દરેકને ઓપન ચેલેન્જ આપવામાં આવે છે કે વિધાનસભા ૨૦૨૨ ના પરિણામની સચોટ આગાહી કરો. ના એક સીટ ઓછી ના એક સીટ વધારે સચોટ આગાહી કરો અને મેળવો રૂપિયા ૫,૫૧,૦૦૦ નું ઇનામ. જે કોઈપણ સચોટ આગાહી કરશે અને વિધાનસભાના પરિણામ જે આવવાના છે તે જ પરિણામ વિશે જો તેઓ નિયત લિન્કમાં જણાવશે તો તેમને ૫,૫૧,૦૦૦નું ઇનામ કોઈપણ જાતની કન્ડિશન વિના આપવામાં આવશે. તેમ હેમાંગ રાવલ જણાવે છે.