Sihor
સિહોર ખાતે દિવ્યાંગ ભાઈઓ બહેનોની એક દિવસીય ઉદ્યોગ સાહસિકતા તાલીમ શિબિર યોજાઈ
પવાર
ગઈકાલે સિહોર બંધન પાર્ટી પ્લોટ ખાતે સરકારી સંસ્થા તેમજ પ્રગતિ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ વલ્લભીપુર દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો માટે એક દિવસીય ઉદ્યોગ સાહસિકતા તાલીમ શિબિરનું સિહોર ના બંધન પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરાયું હતું પ્રમુખ યોગેશભાઈ ભટ્ટ તેમજતેમની કમિટી ના સભ્યો તેમજ સિહોર ના દિવ્યાંગ સેવાકીય કાર્યકર મનસુખભાઇ કનેજીયા ની હાજરીમાં દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ,, પ્રમુખ શ્રી યોગેશભાઈ એ સ્વાગત પ્રવચન કરી સર્વે દિવ્યાંગ ભાઈ બહેનો તેમજ આવેલ સિહોર ના દિવ્યાંગ કાર્યકર મનસુખભાઇ કનેજીયા નું શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ શેશન ની શરૂઆત શ્રી દેવદત્ત ભાઈ પંડ્યા એ તેના સુંદર સરળ વાણી ના શબ્દો રૂપી દિવ્યાંગો નેરોજગાર લક્ષી ઉદ્યોગ,,નવો બિઝનેસ કઈ રીતે ચાલુ કરવો તેનું સરળ ઉદાહરણ આપી માર્ગદર્શન આપ્યું હતું.
ત્યારબાદ સર્વો દિવ્યાંગ ભાઈ બહેનો માટે ભોજન વિશ્રામ એક કલાક આપવામાં આવેલ,,સર્વો દિવ્યાંગ ભાઈ બહેનો એ સુંદર ભોજન નો આહલાદક સ્વાદ માણ્યો હતો ભોજન બાદ દેવદત્ત ભાઈ એ બીજા સેશન માં ઉદ્યોગો સ્થાપવા માટે ક્યાં ક્યાં પરિબળો નું ધ્યાન રાખવું, સરકાર શ્રી તરફથી દિવ્યાંગો ને ક્રેવા લાભ આપવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આપેલ,, દિવ્યાંગો ને લગતા પ્રશો ના સરળ ભાષામાં સુંદર જવાબ આપી દિવ્યાંગો ને મદદરૂપ બનેલ,, અંતમાં આભારવિધિ પ્રગતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી યોગેશભાઈ,, ઉર્ફે, ભીખાભાઇ એ કરેલ,,, કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સિહોર ના સેવાકીયદિવ્યાંગ કાર્યકર મનસુખભાઇ કનેજીયા એ તેમજ પ્રગતિએજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો એ સારી જહેમત ઉઠાવી હતી