Sihor
સિહોર પોલીસનો નવતર પ્રયોગ ; જાતિય સતામણી અંગે જાગૃતિ લાવવા સેમિનાર યોજાયો
પવાર
- સિહોર પોલીસ શી-ટીમ દ્વારા મહિલા સાથે બનતા જાતિય સતામણી અંગે જાગૃતિ લાવવા નવતર પ્રયાસ હાથ ધરાયો ; વળાવડ ગામની પ્રાથમિક શાળા ખાતે સેમિનાર યોજાયો
સિહોર તાલુકાના વળાવડ ગામની પ્રાથમિક શાળા ખાતે સેમિનારનું આયોજન કરી શાળામાં અભ્યાસ કરતી ૪૫ વિદ્યાર્થીનીઓ સ્ત્રી અત્યાચાર અને જાતીય સત્તામણી અંગે મૂંઝવતા પ્રશ્નો અંગે વાચા આપી પોલીસને જાણ કરવા અંગે જાગૃતિ લાવવા અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
આ સેમિનારમાં સિહોર પોલીસ ઇન્સપેક્ટર એચ.જી.ભરવાડ દ્વારા સિહોર પો.સ્ટે.ની શી-ટીમ દ્વારા નવતર પ્રયાસ હાથ ધરી સ્કૂલ કોલેજો માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ તથા નોકરીઓના સ્થળે મહિલાઓ સાથે બનતા જાતીય સતામણીના બનાવો સામે જાગૃતિના ભાગરૂપે આવા બનાવો બનતા અટકાવવા અને મહિલાઓ પોતાના પ્રશ્નો ઉજાગર કરી તેમણે મૂંઝવતા પ્રશ્નોને વાચા આપી કોઇ પણ ડર વિના પોલીસનો સંપર્ક કરી જાણ કરી શકે તે અંગે જાગૃતિ લાવવા શાળાઓ કોલેજોમાં સેમિનાર તેમજ માર્ગદર્શન શિબીરનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને મુંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા કરી ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા “શી-ટીમ” ની રચના કરવામાં આવેલ તેના બાબતે જાણકારી આપી માહિતગાર કરવામાં આવેલ છે.