Sihor
સિહોર મામલતદાર જોગસિંહ દરબારની અધ્યક્ષતામાં યોગ સાથે જોડાયેલ વિવિધ સંસ્થાઓ સાથે બેઠક યોજાઇ
પવાર
યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું છે. યોગનું મહત્વ જણાવવા અને લોકોમાં તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 21 મી જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આગામી તા. ૨૧ ની જૂન નાં રોજ યોગ દિવસ ની ઉજવણી નાં ભાગરૂપે સિહોર મામલતદાર કચેરીના આયોજન હોલ ખાતે વિવિધ રમતનાં એસોસિયેસન, શૈક્ષણિક સંસ્થાઓ, વેપારી સંગઠનો, યોગ ક્લબ નાં પ્રતિનિધિ સિહોરના મામલતદાર જોગસિંહ દરબારના અધ્યક્ષ સ્થાને મીટિંગનુ આયોજન કરવામાં આવેલ હતું.
આ મીટિંગમાં રમત અધિકારી દ્વારા યોગ દિવસ ની ઉજવણી માટે માટેની પૂર્વ તૈયારી તથા સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલ ઉજવણી માટેના સ્થળો તથા તારીખ ૧૫-૦૬-૨૦૨૩થી લઈને ૨૦-૬-૨૦૨૩ સુધી જિલ્લા તથા તાલુકાઓની શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ તથા રમતગમતનાં સેન્ટર પર યોગ શિબિર યોજી અને યોગનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે તમામ પ્રયાસો કરવા જણાવેલ હતું. વિવિધ રમતનાં એસોસિયેસન, શૈક્ષણિક સંસ્થાઓ, વેપારી સંગઠનો, યોગ ક્લબ સાથે કાર્યક્રમનાં આયોજન માટેનાં અભિપ્રાયો મામલતદારશ્રી સમક્ષ રજૂ કરેલ હતા.