Bhavnagar
મળવા જેવા માણસ, મત આપવા જેવા માણસ ; ભાવનગર પશ્ચિમમાં કે કે ગોહિલના નામની ગુંજ
કુવાડિયા
લતે-લતે પદયાત્રામાં કોંગ્રેસના ઉમેદવારને મીઠો આવકાર પ્રચંડ સમર્થન, ભાજપ શાસનમાં કાયદો-વ્યવસ્થા, મોંઘવારી, મોંઘુ શિક્ષણ, પેપર લીક કૌભાંડથી જનતા ત્રસ્ત : ભાવનગર પશ્ચિમ બેઠકના ઉમેદવાર કે કે ગોહિલને ઠેર-ઠેરથી સમર્થન ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કે કે ગોહિલને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું હોય તેમ સ્વચ્છ પ્રતિભા અને પ્રમાણિકતાને મતદારો જોરદાર આવકાર આપી રહ્યા છે.
સમગ્ર મતક્ષેત્રમાં કે કે ગોહિલ નામનો નારો વાઈરલ થયો છે. ‘મળવા જેવા માણસ, મત આપવા જેવા માણસ’ની સ્વયંભુ ગુંજ મતદારોએ પ્રચલીત કરી છે. ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં પદયાત્રા યોજવામાં આવી હતી. જેમાં લોકો મોંઘવારી, બેરોજગારી, ભષ્ટ્રાચારથી ત્રાહિમામ છે. ઉમેદવાર ગોહિલ એ જણાવ્યું હતું પદયાત્રામાં મેં લોકોમાં કોંગ્રેસ પ્રત્યેની લાગણી જોઈ અનુભવી છે.
પ્રજા વિરોધી સરકારની ફેકી કોગ્રેસ તરફી મતદાન કરી કોંગ્રેસ સરકાર બનાવવા અપીલ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, હું કાયમ લોકોની વચ્ચે રહ્યો છું મોંઘવારી, મોઘું શિક્ષણ, પેપર લીક કૌભાંડથી જનતા ત્રાહીમામ પોકારી ઉઠી ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા ખાડે ગઇ છે. આમ જનતા પરેશાન છે. તેવા સમયે હવે કોંગ્રેસની જીત નકકી છે.