Sihor
સિહોર તાલુકા કાનૂની સેવા સમિતી દ્વારા વળાવડ ગામે કાનૂની શિબિર યોજાઇ
ગૌસ્વામી
સિહોર તાલુકાના વળાવડ ગામ ખાતે તાલુકા કાનૂનની શિબિર યોજાઈ ગઈ જેમાં ખાસ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, સિહોરના ચેરમેન શ્રી એસ.કે. વ્યાસના આદેશને લઈ તેમજ સેક્રેટરીશ્રી યશપાલસિંહ ગોહિલ, કશ્યપભાઈ બાબરીયાના માર્ગદર્શન હેઠળ તેમજ તેમની ખાસ ઉપસ્થિતી માં સિહોર કાનૂની સેવા સમિતિના પી.એલ.વી. સિનિયર મેમ્બર હરીશભાઈ પવાર, આનંદભાઈ રાણા અને રાજેશભાઈ આચાર્ય,કેશુભાઇ સોલંકી દ્વારા “કાનૂની મહિત ” અંગે આ સેમિનારમાં વિશદ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેમિનારમાં સિનિયર પી.એલ.વી. (પેરા લીગલ વોલન્ટિયર) સભ્યશ્રી હરીશભાઈ પવારે ખાસ કાનૂની માહિતી તેમજ નિ:શુલ્ક સહાય કોને મળે વિગતવાર માહિતી આપી હતી તેમજ સિહોર ન્યાય મંદિર થી ખાસ ઉપસ્થિત તાલુકા કાનૂની સમિતિ ના સેક્રેટરી યશપાલસિંહ ગોહિલે જણાવેલ કે કાનૂની સેવા સમિતિ દ્વારા માહિતી માર્ગદર્શન તેમજ વિવિધ વિષયો ને લઈ શહેર થી ગ્રામ્ય વિસ્તારો છેવાડા સુધી PLV મેમ્બરો દ્વારા માહિતી આપવામાં આવતી હોય છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા દરેક જિલ્લા, તાલુકાઓમાં શહેર/ગ્રામ્ય વિસ્તાર પંચાયત કચેરી, મહિલા કોલેજ, માધ્યમિક શાળાઓ, ગુરુકુળ હાઇસ્કુલ, કોલેજો ,આઇ.ટી.આઇ. તેમજ બિન સરકારી સંસ્થાઓ દ્વારા કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવે છે અને તે અંગેની જાણકારી આપવામાં આવે છે. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત સિહોર તાલુકા ના વળાવડ ગ્રામપંચાયત ના તલાટી કમ મંત્રી જગદીશભાઈ ડાંગર, વળાવડ પ્રાથમિક શાળા ના શિક્ષકગણ,સમસ્ત ગ્રામજનો સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ની આભાર વિધિ આનંદભાઈ રાણા એ કરેલ