Sihor
સિહોરના ચોરવડલા ગામે ગૌચરની જમીન મામલે ચાલતા આંદોલનનો સુખદ અંત

કુવાડિયા
ભાજપના નેતાઓ ચોરવડલા ગામે પોહચ્યા, ભરતભાઇ મેર, રમેશભાઈ રાઠોડ સહિત આગેવાનોએ મુલાકાત લઈ સંવાદ કર્યો, નિરાકરણ માટેની ખાતરી આપી ને એક ટકો પણ અન્યાય નહિ થયા તેની બાંહેધરી આપી, કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાએ ટેલીફોનિક ગ્રામજનો સાથે સંવાદ કર્યો, ગ્રામજનો રાજી-રાજી, પેંડા વેચ્યા
સિહોર તાલુકાના ચોરવડલા અને પાલિતાણા તાલુકાના હણોલ ગામની ગૌચરની જમીનને લઈ બંને ગામ વચ્ચે આશરે ૪૦ વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો છે ગત મંગળવારે સરકારી તંત્રએ પોલીસ બંદોબસ્ત વચ્ચે ગૌચરની જમીનમાં માપણી કરી ખુટા મારવાની કામગીરી હાથ ધરી હતી આ કામગીરીનો ચોરવડલાના ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને ઉપવાસ પર બેઠા હતાં જે સમગ્ર મામલે આજે સુખદ સમાધાન થયું છે અને ભાજપના નેતાઓએ ગ્રામજનો સાથે સંવાદ કરી નિરાકરણ માટેની ખાતરી આપી ને એક ટકો પણ અન્યાય નહિ થયા તેની બાંહેધરી આપી છે
જેને લઈ આંદોલન સુખદ રીતે સમેટાયુ છે સિહોરના ચોરવડલા અને હણોલ ગામ વચ્ચે આશરે ૪૦ વર્ષથી ગૌચરની જમીન મામલે વિવાદ ચાલી રહ્યો છે. ગત મંગળવારે પાલિતાણા પ્રાંત અધિકારી સહિતના અધિકારી તેમજ આશરે રપ૦ પોલીસ કર્મીનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ગૌચરની જમીનમાં માપણી કરી ખુટા મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીના પગલે ચોરવડલા ગામની મહિલાઓએ મંગળવારે પણ વિરોધ નોંધાવ્યો હતો. બુધવારે ચોરવડલા ગામના લોકો ગામના મંદિર ખાતે ભેગા હતા અને તંત્રની કામગીરીના વિરોધમાં ઉપવાસ પર બેઠા હતાં.
ગામના બાળકોને શાળાએ નહી મોકલી વિરોધ નોંધાવ્યો હતો. ગૌચરની જમીનના મામલે ગ્રામજનો હાલ લડી લેવાના મુડમાં જણાતા છે આંદોલનના આજે ચોથા દિવસે ભાજપના નેતા ભરતભાઇ મેર, રમેશભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓએ ચોરવડલા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કરીને નિરાકરણ માટેની ખાતરી આપી હતી અહીં કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ગ્રામજનો સાથે ટેલિફોનિક વાતચીત કરીને એક ટકો પણ અન્યાય નહિ થયા તેની બાંહેધરી આપી હતી ચોરવડલા ગામે ચાલતા આંદોલનનો સુખદ અંત આવ્યો છે લોકોએ પેંડા વેચી રાજીપો વ્યક્ત કર્યો હતો