Bhavnagar
સિહોરના સોનગઢ ખાતે સેવા નિવૃત આદર્શ ગુરુજીનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો.
![a-grand-farewell-ceremony-of-retired-adarsh-guruji-was-held-at-songadh-in-sihore](https://shankhnadnews.com/wp-content/uploads/2022/12/Untitled-23.jpg)
દેવરાજ
શિક્ષક કે જેને આપણે ગુરુ તરીકે સંબોધન કરીયે છીએ, આ ગુરુએ પોતાના કાર્યકાળમાં સેંકડો બાળકોને શિક્ષણના પાઠ શીખવી તેની કારકિર્દીનું ઘડતર કરી જીવનના ટોચ શિખરો પર સ્થાપિત કર્યા છે, બાળકો માટે શાળાકીય જીવન સમર્પિત કરી બાળકોમાં જ્ઞાન અને આદર્શ સંસ્કારોનું સિચન કરી શાળાના વિકાસમાં હંમેશા યોગદાન આપી ચિરકાલીન સેવા અને ઉમદા કાર્ય બાદ વય મર્યાદાના કારણે નિવૃત થતાં રમેશચંદ્ર બી. જાનીનો વિદાય સમારંભ ગ સોનગઢ ગુરુકુળ ખાતે યોજાયો હતો.આ વિદાય સમારંભ મુખ્યાધિષ્ઠાતા ડૉ. જયદીપસિહ ચોહાણના અધ્યક્ષસ્થાને યોજાયો હતો
જેમાં ગુરુજીને સાકરનો પડો અને ભેટ અર્પણ કરી હતી,જ્યારે શાળાના ઇન્ચાર્જ આચાર્ય ભાદરકાભાઈ અને શાળા પરિવારે સન્માનપત્ર અને ભેટ અર્પણ કરેલ. તેમજ ભેટ અર્પણ કરી હતી. શિક્ષક ભલે તેની વય મર્યાદા ના કારણે નિવૃત થાય પરંતુ હકીકતમાં શિક્ષક ક્યારેય નિવૃત થતો નથી અને તેનું માર્ગદર્શન કાયમી આ શાળામાં જ્યારે જરૂર પડે ત્યારે મળી રહે એવા ગુરુજીએ શાળાને કોમ્પ્યુટર ભેટની અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં નિવૃત્ત થતાં ગુરુજીના પરિવારજનો, નિવૃત્ત શિક્ષક વી.ડી. ગુરુજી, ભગની સંસ્થાના આચાયો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ પીઠાભાઈ ગુરુજીએ કરેલ.જ્યારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મુખ્યાધિષ્ઠાતા ડૉ. જયદીપસિંહ ચૌહાણના માર્ગદર્શન મુજબ સમગ્ર શાળા પરિવારે ભારે જહેમત હતી