Gujarat
સુરતના કાપડ શો રૂમમાં લાગી આગ ભારે જહેમત બાદ આગ પર કાબુ આવી કોઈ જાનહાની નહીં

સુરતના ઉધના વાહન ડેપો પાસે આવેલા કાપડના શો રૂમમાં આગ લાગી હતી. જેને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ થતા જ ફાયર વિભાગ ઘટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં શો રૂમમાં રહેલો કાપડનો જથ્થ બળીને ખાખ થઇ ગયો હતો.
સુરતના ઉધના વાહન ડેપો પાસે ઈશિતા હાઉસ નામથી કાપડનો શો રૂમ આવેલો છે. ગ્રાઉન્ડ પ્લસ બે માળના આ શો રૂમમાં સવારના સાડા આઠ વાગ્યાની આસપાસ ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈ કારણોસર આગ લાગી હતી. શો રૂમમાંથી ધુમાડા નીકળતા ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
શો રુમનો તમામ સામાન બળીને ખાખ
ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી. પરંતુ આગના કારણે શો રૂમમાં રહેલો સાડી, ડ્રેસ અને તૈયાર માલ બળીને ખાખ થઇ ગયો હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું. જો કે શો રૂમમાં આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું ના હતું. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લેતા સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો.