Sihor
સિહોર નજીક ધ્રુપકા ગામની વાડીમાંથી 7 ફૂટ લાંબો મહાકાય અજગર નીકળ્યો, લોકો ગભરાયા

પવાર
- સિહોરના ધ્રુપકા ગામે અજગરને લઈ લોકોમાં ફફડાટ, યુવક અજયે સાત ફૂટ લાંબા મહાકાય અજગરને વનવિભાગ ને સોંપ્યો, લોકોમાં ફફડાટ વ્યાપ્યો
સિહોર તાલુકાના ધ્રુપકા ગામની વાડી વિસ્તારના ખેતરમાં અજગર દેખાતા લોકોમાં ડરનો માહોલ સાથે અફડા-તફડી મચી જવા પામી હતી અને વનવિભાગને જાણ કરાઇ હતી. અજય નામના યુવકે રેસ્ક્યુ કરી અજગરને પકડી વનવિભાગને સોંપી દિધો હતો. વનવિભાગ દ્વારા અજગરને જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે છેલ્લા થોડા સમયથી વારંવાર અજગરે દેખા દીધી છે. સિહોર અને તાલુકામાં અજગરની પ્રજાતિ ગિરિમાળાઓ છોડી ખેતર તરફ પ્રયાણ કરતા અને છેલ્લા થોડા દિવસોથી ખેતરોમાં અજગરની હાજરી નોંધાતા ખેડૂતો સહીત લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
સિહોર ધ્રુપકા ગામે વાડી વિસ્તારમાં આવેલ વાડીમાં મહાકાય અજગર દેતા જીવદયા પ્રેમી યુવક અને સ્થાનિક લોકોએ અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. પકડતાની સાથે જ અજગર આકુળ વ્યાકુળ થઈ જમીન ઉપર આળોટવા માંડ્યો હતો જીવદયા પ્રેમી યુવકોએ મહામેહનતે અજગરને પકડી લઈ કોથળામાં પુરી વનવિભાગ તંત્રને જાણ કરતા કર્મચારીઓ ખેતરમાં દોડી આવ્યા હતા એને કોથળામાં પુરાયેલ અજગરને સુરક્ષિત નજીકના જંગલમાં છોડી મુક્યો હતો. અજગર જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સિહોર પંથકમાં થોડા દિવસો થી મહાકાય અજગર દેખાતો હોઈ ખેડૂતોમાં ગભરાટ ફેલાયો હતો અને ખેડૂતો એકલ દોકલ જવાના બદલે કોઈને સાથે રાખીને ખેતરોમાં જવાનું પસંદ કરતા હતા. ખેતરમાં ચોમાસાની ઋતુમાં ખેતરોમાં ગાય-ભેંસ, ઘેટાં-બકરી જેવા ઢોર-ઢાંખર ચરવા આવતા હોય સાથે ખેતરોના સીમાડા પણ ખેતમજૂરોથી ધમધમતા હોવાથી પશુપાલકો અને ખેતર માલિકોમાં ફફડાટ ફેલાયો છે