Connect with us

Bhavnagar

42મો ખેલકૂદ મહોત્સવ: ભાવનગરની નંદકુવંરવા મહિલા કોલેજની એથ્લેટિક્સની ટીમે સ્પર્ધામાં છઠ્ઠી વખત યુનિવર્સિટી જનરલ ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી

Published

on

42nd Khelkood Mohotsav: Athletics team of Bhavnagar's Nandakuvanrwa Mahila College bagged the University General Championship for the sixth time in the competition.

કુવાડિયા
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની એથ્લેટીક્સની ટીમે યુનિ. દ્વારા આયોજિત 42માં ખેલકૂદ મહોત્સવમાં ભાગ લીધો હતો. આ ખેલકૂદ મહોત્સવમાં સતત છઠ્ઠી વખત નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર એથ્લેટિકસની સ્પર્ધામાં જનરલ ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરી હતી.

કોલેજની વિદ્યાર્થિનીઓએ જુદી-જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો

આ ખેલકૂદ મહોત્સવમાં કોલેજની વિધાર્થિનીઓએ જુદી જુદી કેટેગરીમાં ભાગ લીધો હતો જેમાં 100મી.દોડ, 200મી. દોડ, 400મી. દોડ, 800મી.દોડ, 1500મી. દોડ, 5000મી. દોડ, 10,000મી.દોડ, 400મી. વિધ્ન દોડ, 100મી.વિધ્ન દોડ, ઉંચી કુદ, લાંબી કુદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક, જલદ ચાલ, રીલે દોડ જેવી રમતોમાં સમગ્ર યુનિ.માં ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી હતી.

બીજી રમતોની સ્પર્ધામાં ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરી

અત્રે ઉલ્લેખનીય છે કે યુનિ.ની જનરલ ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરવા માટે યુનિ. દ્વારા આયોજિત વર્ષ દરમિયાન જે જે સ્પર્ધામાં ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરી હોય તે કોલેજ યુનિ.ની ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરે છે. આ વર્ષ દરમિયાન નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગર કબડ્ડી, ખો-ખો, બાસ્કેટ બોલ, ક્રિકેટ, ચેસ, ફૂટબોલ, હોકી, જુડો-કુસ્તી જેવી બીજી રમતોની સ્પર્ધામાં ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરી સતત છઠ્ઠી વાર જનરલ ચેમ્પિયન બનેલ છે. આ વર્ષ દરમિયાન યુનિવર્સીટી એથલેટીક્સ મહોત્સવમાં નંદકુવરબા મહીલા કોલેજ-દેવરાજનગરની વિધાર્થીનીઓએ 100મી.દોડ, 200મી. દોડ, લાંબી કુદ અને 400મી. વિધ્ન દોડ માં નવો કીર્તિમાન સ્થાપિત કરેલ છે.

Advertisement

કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા

નંદકુવરબા મહીલા કોલેજ-દેવરાજનગર ની સમગ્ર સ્પોર્ટસ ની ટીમે વર્ષ દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધામાં ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરી સતત છઠ્ઠી વાર જનરલ ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરી યુનિ. માં નવો ઈતિહાસ રચવા બદલ કોલેજના મે. ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં. ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

error: Content is protected !!