Sihor
૧૩૨મી જન્મજયંતિ – જય ભીમનો નાદ ગુંજયો
દેવરાજ
સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલી અર્પણ
બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની આજે જન્મજયંતિની સિહોર સહિત જિલ્લામાં માન-સન્માન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ભાવવંદના, શોભાયાત્રા, રેલી સહિતના કાર્યક્રમો યોજાયા છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજી ની ૧૩૨ મી જન્મજયંતી નિમિત્તે સિહોર ના આંબેડકર ચોક ખાતે આવેલ ડૉ. આંબેડકર સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને બાબાસાહેબ અમર રહો,જય ભીમ ના ગગનભેદી નારા સાથે તેમને પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો હતો.
ત્યાર બાદ સિહોર દલિત સમાજ દ્વારા આયોજીત બાબા સાહેબ આંબેડકરની મહારેલી નું સ્વાગત પણ કરાયું હતું.આ તકે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ,પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ,નગરપાલિકા પૂર્વ વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા, સિહોર કોંગ્રેસ સમિતિના હોદેદારો, આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.