Connect with us

Bhavnagar

ભાલના ગણેશગઢ ખાતે આવેલા ઝીંગાના ફાર્મમાં 10 લાખની ચોરી કરી નિશાચરો ફરાર ; 10,34,900ના મુદ્દામાલની થઈ ચોરી

Published

on

10-lakh-stolen-from-the-shrimp-farm-at-ganeshgarh-in-bhal-and-absconded-at-night-1034900-worth-of-theft

પવાર

વેળાવદર ભાલ પંથકમાં આવેલા ગણેશગઢ ખાતેના ઝીંગાના ફાર્મમાં પાછળના ભાગેથી તસ્કરોએ પ્રવેશી ફાર્મમાં રાખવામાં આવેલા ટિંપડા સબમર્સીબલ મોટર જનરેટર મળી કુલ રૂપિયા 10,34,900ના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ વેળાવદર ભાલ પોલીસ પથકમાં નોંધાવવામાં આવી હતી. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના વિજયનગર ખાતે રહેતા અને ગણેશગઢ ગામ ખાતે આવેલ સર્વે નંબર-42ની જમીન પર ઝીંગાના ફાર્મ ધરાવતા હિરેનકુમાર મેઘજીભાઈ ઘામેલિયાએ વેળાવદર ભાલ પોલીસ મથકમા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગનેશગઢ ખાતે આવેલા બનાવેલ લોખંડના પતરા વાળા રૂમનો પાછળના ભાગનો દરવાજો તોડી રૂમમા ગેરકાયદેસર રીતે પ્રવેશી રૂમમાં રાખેલ ટીપડા નંગ-6 માંથી કાળા કલરનો કોપર સબમર્શીબલ વાયર આશરે ચાર હજાર આઠસો મીટર કીંમત રૂપીયા. 2,01,600 તેમજ તળાવ ઉપર રાખેલ જનરેટરની બાજુનો એલ્યુમીનીયમનો 42 મીટર વાયર રૂ.18,900 તેમજ જનરેટરમા ફીટ કરેલ કોપર વાઇડીંગનો ભાગ કી રૂ. 2 લાખ તેમજ સી.એન્ડ એસ કંપનીના 650 એમ્પીયરના પૅનલ બોર્ડ માથી 10 નંગ-ચેન્જ ઓવર સ્વીચ રૂ.34,81,000 તેમજ પેનલ બોર્ડની કોપરની સ્વીચ-નંગ-5 તેમજ તેની મુખ્ય સ્વીચ 100 એમ્પીયરની કી.1,25,000 તેમજ અલ્યુમીનીયમનો 25 એમ.એમ વાયર આશરે-20 મીટર કી.32,400, પેનલ બોર્ડને જોડતો વાયર 50 મીટર જેની કી ફે 6 હજારનો મળી કુલ રૂપીયા 10,34,900 ની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોઘવાઇ છે.

error: Content is protected !!