Bhavnagar
સિહોરના અગિયાળી ગામે અબોલપશુ,પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરતી જીવદયા હોસ્પિટલ
5 મિત્રોએ અબોલજીવોની સેવા કાજે 2 વર્ષ પૂર્વે શરૂ કરી હતી હોસ્પિટલ, જ્યાં અબોલજીવોના રેસ્ક્યુ થી લઈને નિઃશુલ્ક કરવામાં આવે છે તમામ સારવાર અને ઓપરેશન :
વનવિભાગ સાથે એમઓયુ સાઈન કરી અનેક વન્ય જીવોની પણ સારવાર અહીં કરવામાં આવે છે ; અહીં અધ્યતન હોસ્પિટલ જેમાં આઇસીયી વોર્ડ સહિતની સુવિધા અબોલજીવો માટે ઉપલબ્ધ છે.
વિશેષ –
આજની ભાગદોડધામ ભરી દુનિયામાં માનવી સહજ બીમાર પડે તો પણ પોતાની સારવાર એનકેન પ્રકારે કરાવી શકે છે.
પરંતુ રસ્તે રઝળતા,ગગનમાં વિહરતા,માલિકી કે બિનવારસી પશુઓની સારવાર કોણ અને કેમ થશે તે એક સવાલ હરએકના મનમાં ઉદભવે,આવો જ સવાલ ભાવનગર ના 5 મિત્રોના મનમાં પણ થયો અને તૈયાર થઈ એક એવી જીવદયા હોસ્પિટલ કે જ્યાં બે વર્ષથી અબોલપશુ, પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી રહી છે.જેના માટે આ હોસ્પિટલમાં 2 ડોકટરો અને અન્ય મળી કુલ 50 લોકો સતત ભાગદોડ કરી,ફસાયેલા , અકસ્માતનો ભોગ બનેલા કે બીમાર પશુ પક્ષીઓની સારવાર સાથે પૂરતી દેખભાળ કરી રહ્યા છે.
સિહોર તાલુકાના અગિયાળી ગામની બહાર આજથી બે વર્ષ પૂર્વે બનેલી પ્રેરણા ફાઉન્ડેશન, જીવદયા હોસ્પિટલ કે જે ભાવનગર જિલ્લાના 350 થી વધુ ગામો ઉપરાંત અમરેલી સહિતના આજુબાજુના જિલ્લાના માલધારીઓ,પશુપાલન સાથે સંકળાયેલા લોકો તેમજ માલિકી કે બિનવારસી પશુ,પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે.આજથી બે વર્ષ પૂર્વે ભાવનગરના 5 મિત્રોને સેવાભાવ માટે શું કરી શકાય તેવા આવેલા વિચારને અમલમાં મૂકી આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું અને આજે તે અમૂલ્ય બની રહી છે.
કારણ કે અહીં સારવાર માટે આવતા તમામ પશુ પક્ષીઓનો રેકોર્ડ રાખવામાં આવે છે,તેમજ રેસ્ક્યુ થી લઈને સામાન્યથી મેજર ઓપરેશન, તેમના માટે જરૂરી ખોરાક અને જ્યાં સુધી પશુ કે પક્ષી સંપૂર્ણ સાજું થઇ ના જાય ત્યાં સુધી તેની ખાસ કાળજી રાખવામાં આવે છે . આ હોસ્પીટલમાં સારવાર માટે અધ્યતન સારવારના સાધનો, હેવી પશુઓને ઉચકવા માટે ક્રેઇન,આઇસીયું વોર્ડ ,તમામ પ્રકારની દવાઓથી લઈને તમામ સુવિધા અહીં ઉપલબ્ધ છે.અહીં ચકલી,મોર,પોપટ,કબૂતર,મરઘાં,બતક,ઘુવડ,બાજ સહિતના તમામ પક્ષીઓ તેમજ ગાય, ભેંસ, હરણ, નીલગાય, કૂતરા સહિતના અબોલજીવોની યોગ્ય સારવાર કરવામાં આવે છે.તાજેતરમાં ઉત્તરાયણ પર્વમાં દોરીથી ઘાયલ અનેક પક્ષીઓની અહીં સારવાર કરી તેને રહેઠાણ આપી તેની માવજત કરવામાં આવી રહી છે, તો રસ્તા પર રહેતા સ્વાનો, ગાય ,આખલાઓ કે જે કોઈપણ વાહન અકસ્માતનો ભોગ બન્યા છે તેની પૂરતી સારવાર કરવામાં આવી રહી છે.માલિકી ના પશુ પક્ષીઓ સાજા થતા મૂળ માલીકને પરત આપી દેવામાં આવે છે તેમજ બિનવારસી પશુઓ જો યોગ્ય હરિફરી શકે તેમ હોય તો તેને જ્યાંથી રેસ્ક્યુ કરીને લાવવામાં આવ્યા હોય ત્યાં જ ફરી મુક્ત કરી દેવામાં આવે છે તેમજ જો પશુ પક્ષીઓ અકસ્માત બાદ ઉડી કે હરિફરી શકવા સક્ષમ નથી તેવા અબોલજીવોને અહીં જ રાખવામાં આવે છે.
આ હોસ્પિટલ દ્વારા જંગલ વિભાગ સાથે પણ એમઓયુ સાઈન કરી જંગલ વિભાગ હેઠળ આવતા પશુ પક્ષીઓની પણ અહીં સારવાર કરવામાં આવે છે અને તેઓ સંપૂર્ણ સાજા થઈ ગયા બાદ જંગલખાતા ને સોંપી દેવામાં આવે છે . અહીં ખાસ ગાય ભેંસ જેવા પશુઓ કે જેના ચારેય પણ ભાંગી ગયા હોય અને જે બેસવા કે ઉભા રહેવા સક્ષમ નથી તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં તેને ક્રેઇન દ્વારા ઊંચકી એવા સ્ટેન્ડમાં રાખવામાં આવે છે જેથી અબોલપશુઓ ને ભાઠા ન પડે અને સાજા થઈ શકે.આ ઉપરાંત અનેક પક્ષીઓ કે જે ઈંડા મુક્યા બાદ તેને સેવવા પણ સક્ષમ નથી તેના ઈંડાને એક ખાસ ટેમ્પરેચર વાળી પેટીમાં રાખવામાં આવે છે બચ્ચા બહાર આવ્યા બાદ તેનો ઉછેર પણ કરવામાં આવે છે.અહીં પશુ પક્ષીઓ માટે ખાસ રહેઠાણ અને જરૂરી ખોરાક આપવામાં આવે છે.નાના બાળકોની જેમ બચ્ચાઓને પણ અહીં બોટલ વડે દૂધ આપી તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે.આ હોસ્પિટલનો ખર્ચ પહેલા 5 મિત્રો જ ઉઠાવતા હતા પરંતુ હવે આ સેવાથી પ્રભાવિત થઈ અનેક દાતાઓ પણ આર્થિક સહાય,ઘાસચારો, દવાઓ વગેરે આપી રહ્યા છે અને અબોલજીવોની સેવા કરી રહ્યા છે.આ હોસ્પિટલના કારણે લોકોમાં પણ એકપ્રકારે આનંદ છવાયો છે કારણ કે અબોલજીવોને તાત્કાલિક 24*7 સારવાર મળી રહી છે અને એ પણ નિઃશુલ્ક,ભાવનગરની સાથે દ્વારકા નજીક પણ આવી જ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે જે અબોલજીવો માટે આશીર્વાદરૂપ બની રહી